દાહોદ, તા. ૨૪ : દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આગામી તા. ૧૯ ડિસેમ્બરે યોજાશે તે સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી.પાંડોરે જાહેરનામા થકી આદેશ કર્યો છે કે, ગ્રામ પંચાયતની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણીઓ દરમ્યાન ચૂંટણી પ્રચાર કે જાહેર સભા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારનાં ૮ વાગ્યા પહેલા અથવા રાત્રે ૧૦ વાગ્યા પછી સંબંધિત અધિકારીશ્રીની લેખિત પૂર્વમંજૂરી સિવાય ફરતા વાહનો ઉપરના સ્ટેટિક અથવા માઉન્ટેડ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહી. આ આદેશ જિલ્લાના મહેસુલી હદ વિસ્તાર જયાં જયાં ગ્રામ પંચાયતોની ચૂટણીઓ યોજાશે તે તમામ વિસ્તારોને લાગુ પડશે. આ હુકમનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ