પંચમહાલ
- પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામ મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારતની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ભારત માતા પૂજનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભારત માતા પૂજનના આ કાર્યક્રમમાં માનનીય તાલુકા કાર્યવાહ જયેશભાઇ બારીયા વિશ્વ હિન્દુ પરિષદ ગોધરા ગ્રામ્ય પ્રમુખ પોપટસિંહ પરમાર , રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના સંગઠન મંત્રીશ્રી જીતેન્દ્રસિંહ પરમાર ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.*
જી વી એસ હાઈસ્કૂલ ગોલ્લાવ ના પાવન પ્રાંગણમાં ભારતમાતાનું પૂજન કરવામા આવ્યું.જન્મભૂમિ માઁ ભારતીનું ઋણ ક્યારેય ચૂકવી શકાય તેમ નથી. જે માટીમાં આપણું બાળપણ વીત્યું છે, જે માટીમાંથી આપણે પોષણ મેળવ્યું છે તે માઁ ભારતની ગોદ છે અને જનની અને જન્મભૂમિ તો સ્વર્ગના સુખ કરતાં પણ ચઢિયાતી છે. રાષ્ટ્રપ્રેમની જ્યોત હંમેશા પ્રગટેલી જ રહે અને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય નિરંતર ચાલતું રહે તેવી ભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જયેશભાઇ એ ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, સામાજિક સમરસતા-એકતા, વ્યસન મુક્તિ, સ્વચ્છતા, આદર્શ નાગરિકની ફરજો,ભારતીય સંસ્કૃતિ, જેવા વિવિધ વિષયો પર વક્તવ્ય રજૂ કર્યું હતું.
ગામના યુવાનો દ્વારા કરવામાં આવેલા સુંદર આયોજનમાં ગામમાંથી બાળકો, યુવાનો, ઉપસ્થિતિ રહ્યા .
देश हमें देता है सब कुछ,
हम भी तो कुछ देना सीखें।
રીપોર્ટ…….. જીતેન્દ્ર ઠાકર