ગોધરા શામળાજી કોલેજમાં ૧૧૩ ડોકટરોને પદવી એનાયત કરવામાં આવી.

0
6

પદવીદાન સમારોહમાં ગરીબ દર્દીઓનો ઉપચાર દરિદ્રનારાયન સમજી કરવાની અપીલ કરતા નરેન્દ્રભાઈ સોની

ગોધરા શામળાજી હોમીઓપેથી કોલેજ ખાતે ૨૯માં પદવીદાન-દિક્ષાન્ત સમારંભ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ૧૧૩ ડોક્ટરોને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત ૧૧૩ ડોક્ટરોને નરેન્દ્રભાઈ સોનીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ડૉક્ટરીનો વ્યવસાય સેવા અને સમર્પણના ભાવ સાથે સંકળાયેલો છે , દરિદ્ર નારાયણની સેવા કરવાનો સુંદરમાં સુંદર અવસર મળતો હોય છે ભગવાન પછીનું બિરુદ ડોકટરોને મળતું હોય છે, પેશન્ટો ડોકરરોમાં વિશ્વાસ વ્યક્ત કરતાં હોય છે તેઓનો વિશ્વાસ જળવાઈ રહે તે પ્રકારની સેવા અને દવા કરવા માટે ઉપસ્થિત સૌને જણાવ્યું હતું. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે તમારા હોસ્પિટલમાં કોઈ પણ ગરીબ દર્દી આવે એની પાસે પૈસા ના હોય તો પણ તેઓએ દવા કરવાનો અવસર જવા દેતા નહીં કારણ એ તમને કશુંના આપી શકે પણ દુઆ જરૂર આપીને જશે અને એજ દુઆ તમને સૌને તમારી મંઝિલ સુધી લઈ જવામાં મદદરૂપ થશે અને જો દરિદ્ર નારાયણની સેવા કરશો તો ભગવાન નારાયણની સાથે લક્ષ્મીજી હોય છે, તેથી એકલા લક્ષ્મીજી પાછળ ભાગતા નહિ તેવી માર્મિક ટકોર કરી હતી. આમ તેઓએ પદવીદાન સમારંભની અંદર ડોક્ટરોને દર્દીઓને વ્યવસ્થિત રીતે સેવા ભાવથી કાર્ય કરવા માટેની અપીલ કરી હતી.
આ સમારોહમાં ગોધરા જિલ્લા પંચાયતના પ્રમુખ કામિનીબેન સોલંકી , દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી તેમજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એક્સ્યુકેટિવ કાઉન્સિલ મેમ્બરશ્રી નરેન્દ્રભાઈ સોની , સંસ્થાના પ્રમુખ વિશાલભાઈ સોની , ડો.માલવ રાઉલજી , ડો.ભાવસાર સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here