પંચમહાલ
ગોધરા નગર મા બામરોલી રોડ પર જલારામ નગર 2 મા આરાધ્ય દેવી મા અંબે ના સાનિધ્યમાં માતાજીના પારંપરિક નવરાત્રી ગરબા નુ આયોજન કરવામાં આવ્યું છે શેરી ગરબા નો માહોલ જામ્યો છે
જેમાં આજરોજ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે . જેમાં સોસાયટી ના નવરાત્રી ના આયોજકો જેવા કે રંગીતભાઇ.જયેશભાઇ. જયુભાઇ.રોહીતભાઇ. કિંગ ઓટો ગેરેજ ના માલીક અંકુરભાઇ પટેલ તથા શેરી ગરબા માં તમામ સોસાયટી ના પરીવાર સદસ્યો દ્વારા આયોજન કરવામા આવ્યું છે. સોસાયટીની મહીલાઓ.પુરૂષો.બાળકો આને આજુ બાજુ ના નગર ના લોકો પણ ગરબે ઘુમવા આવે છે.નોરતા ની રંગત જામી છે.નવરાત્રી ના છેલ્લા દિવસો હોવાથી ગરબા માં ભારે ભીડ પણ જોવા મળે છે. ગરબાઓમાં રમઝટ જામી છે.લોકો કોરોના ને ભુલી ને માતાજીની ભક્તિ માં તલ્લીન થયા છે. પરંપરા ગત વસ્ત્રો માં ખેલૈયાઓ જોવા મળે છે. તેમજ નવરાત્રી ના પવિત્ર તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ડીજે ના તાલે ગરબા ની રમઝટ જામી છે.અને સોસાયટી ના રહીશો માં ઉત્સાહ પણ અનેરો જોવા મળ્યો છે. સરકાર દ્ધારા આ વખતે ગરબા નુ આયોજન કરવાની છુટ આપી છે અને ગરબા ના આયોજન ને લોકો એ સારો પ્રતિસાદ પણ આપ્યો છે.
જલારામ નગર 2 ના યુવાનો દ્વારા નવરાત્રી નુ ખુબ સરસ આયોજન થઈ રહ્યું છે
રીપોર્ટ …. જીતેન્દ્ર ઠાકર