ગોધરા:- દિવ્યાંગ અધિકાર મંચની આગેવાનીમાં દિવ્યાંગોએ પોતાની માંગણીને લઇને જીલ્લાતંત્રને આપ્યુ આવેદનપત્ર

0
7
    પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે જીલ્લા કલેકટર કચેરીએ દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશની આગેવાની હેઠળ જીલ્લા વહીવટી તંત્રને આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ.આવેદનપત્રમાં દિવ્યાંગો દ્વારા પોતાની માગણીઓની રજુઆત કરવામા આવી હતી જેમાં દિવ્યાંગોને રોજગાર, સરકારી નોકરી ભરતી સહીતની મુદાને લઈને રજુઆત કરવામા આવી હતી.તંત્રને આપવામા આવેલા આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે દિવ્યાગોને માસિક પેન્શન આપવામા આવે, જે  વ્યકિત  દિવ્યાંગ હોય  તેને ધારાધોરણ મુજબ ૦થી ૧૬ના સ્કોર ની બીપીએલ યાદીમાં સામેલ કરવુ,દિવ્યાંગોને કોમ્યુટર ઓપરેટર,કારકુન,લીફ્ટમેન, આંગણવાડી મદદનીશ જેવી જગ્યાઓ ઉપર દિવ્યાગની ભરતી થવી જોઈએ.સરકારી તેમજ ખાનગી ક્ષેત્રોમાં ફરજ બજાવતા દિવ્યાંગોને પુરા વેતનમાં  સમાવેશ થવો જોઈએ.દિવ્યાગોને પ્રધાનમંત્રી  આવાસ યોજનામા લાભ આપવો જોઈએ.પંચાયતથી પાર્લામેન્ટ સુધી પ્રતિનિધિતીતિવ મળી રહે તેવી માગંણી તેમજ અનામતની અમલવારી થાય તેવી જરુરી છે.દિવ્યાંગ વ્યક્તિના બાળકોને શાળાઓમા ફીમાં માફી તેમજ આયુષ્યમાન યોજનાનો લાભ આપવામા આવે તેવી રજુઆત કરી હતી. આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં  દિવ્યાંગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:જીતેન્દ્ર નાથાણી,ગોધરા (પંચમહાલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here