ગોધરા ખાતે સાપારોડ પર આવેલ ભક્તિનગર સોસાયટી ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

0
10

પંચમહાલ

ગોધરા સાપારોડ પર આવેલ ભક્તિનગર સોસાયટી ખાતે નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે . ભક્તિનગર ના આયોજક હાર્દિક પંચાલ.રાજેશભાઈ .વનરાજભાઈ સુનિલભાઈ , ઘનશ્યામભાઈ હરેશભાઈ.પ્રશાંતભાઈ . કમલેશભાઈ વગેરે મિત્રો પ્રથમવાર નવરાત્રિનું આયોજન કર્યું છે . જેમાં ભક્તિનગર ની મહીલાઓ.પુરૂષો.બાળકો અને આજુ બાજુ ની સોસાયટી ના લોકો પણ ગરબે ઘુમવા આવે છે.નોરતા ની રંગત જામી છે.ગરબા ની સાથે સાથે આયોજકો દ્વારા નાસ્તા પાણી ની વ્યવસ્થા કરવામાં પણ આવી છે. ગરબાઓમાં રમઝટ જામી હતી.લોકો કોરોના ને ભુલી ને માતાજીની ભક્તિ માં તલ્લીન થયા છે. કોરોના ની ગાઈડલાઈન સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે .પરંપરા ગત વસ્ત્રો માં ખેલૈયાઓ જોવા મળે છે. તેમજ નવરાત્રી ના પવિત્ર તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે.ગાયત્રીનગર ના આયોજકોએ ગરબે ઘુમવા માટે ની વ્યવસ્થા ખુબ સરસ કરી છે

રીપોર્ટ …. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here