પંચમહાલ જીલ્લાના વડા મથક ગોધરા ખાતે કોરાનાનો એક કેસ નોંધાયો છે કોરાના બાદ ઓમીક્રોમનવા વેરિયન્ટ તરીકે બહાર આવી રહી છે જેની અગમચેતીના ભાગરુપે ગોધરા શહેરમાં મોબાઈલ એશોશિયેશન અને પંચમહાલ પોલીસના સંયુક્ત ઉપક્રમે રાહદારીઓ તેમજ મુસાફરોને વિનામૂલ્યે માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં કોરોના વાયરસ અને ઓમિકોન વેરીયન્ટનુ સક્રમણ ફેલાઈ નહી અને ત્રીજી લહેરથી સંભવિત શક્યતા દેખાઈ રહી છે ત્યારે ગોધરા શહેર મોબાઈલ એશોશિયેશન દ્વારા રાહદારી અને મુસાફરોને વિનામુલ્યે માસ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ.માસ્ક વિતરણમાં પંચમહાલ પોલીસના અધિકારીઓ અને જવાનો પણ જોડાયા હતા. સાથે મોબાઈલના વેપારીઓએ પણ જાતે અવરજવર વાળા ગોધરા બસ સ્ટેશન વિસ્તાર સહીત રાહદારીઓ અને વાહનચાલકોને માસ્ક આપ્યા હતા,અને કોરોનાથી બચવા માટે આ અસરકારક ઉપાય હોવાના સુચનો પણ કર્યા હતા.
રિપોર્ટર:જીતેન્દ્ર નાથાણી,ગોધરા (પંચમહાલ)