પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર ખાતે સિંધૂ કલ્ચર દ્વારા આયોજીત સિંધી પ્રિમીયર લીગ કિક્રેટ ટૂર્નામેન્ટનૂ આયોજન કરવામા આવ્યુ.જેની ફાયનલ મેચ મહાદેવ ઇલેવન અને સિંધૂ કલ્ચર ટીમ વચ્ચે રમાઇ હતી.જેમાં સિંધૂ કલ્ચર ટીમનો વિજય થયો હતો.વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામા આવી હતી.
પંચમહાલ જીલ્લામાં ગોધરા શહેરમાં ૨૦૧૫ના વર્ષથી સિંધૂ કલ્ચર દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનુ આયોજન દર વર્ષે કરવામા આવે છે.જેમા ગોધરા શહેરના સીધી સમાજ ના નવ યુવાનોએ ભાગ લીધો હતો. સિંધૂ કલ્ચર લીગ-૨૦૨૧ ક્રિકેટ ટુર્નામેન્ટનૂ આયોજન કરવામા આવ્યુ હતૂ. ગોધરા સાયન્સ કોલેજના મેદાન ખાતે સાત ટીમો સિંધૂ કલ્ચર,મહાદેવ ઇલેવન,લાલસાઈ ઇલેવન,મોર્નિંગ ઇલેવન,સ્ટબલ ઇલેવન,સતનામ ઇલેવન,ફ્રેન્ડ્સ ઇલેવન સહિતની ટીમો વચ્ચે મુકાબલો થયો હતો.જેના ફાયનલ મેચ મહાદેવ ઇલેવન અને સિંધૂ કલ્ચરની ટીમ વચ્ચે થઈ હતી.જેમા રસાકસી બાદ આખરે સિંધુ કલ્ચર ટીમનો ભવ્ય વિજય થયો હતો.વિજેતા ટીમને સીધી સમાજ ના અગ્રણીઓ ના હસ્તે ટ્રોફીનૂ વિતરણ કરવામા આવ્યુ હતૂ.અને રનરઅર્પ ટીમને પણ પુરરસ્કાર આપવામા આવ્યા હતા.
રિપોર્ટર:જીતેન્દ્ર નાથાણી,ગોધરા (પંચમહાલ)