ગુજરાત સાહિત્ય અકાદમી અને સ્વરાંકન કલા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે તા. ૭ ઓગષ્ટ, રવિવારે કવિ સંમેલન “એકલો જાને રે” યોજાશે

0
6ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સ્વરાંકન કલા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ નિમિત્તે તા. ૭ ઓગષ્ટઉ-૨૦૨૨, રવિવાર ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે પાલનપુર ખાતે ર્ડા. બાબા સાહેબ આંબેડકર ભવનમાં કવિ સંમેલન “એકલો જાને રે” યોજાશે. જેમાં કવિશ્રી ઇશ્ક પાલનપુરી, નયના તુરી સોલંકી, પ્રકાશ બારોટ- ‘‘સ્નેહ’’, ઇસ્માઇલ અજીબ પોતાના કાવ્યપાઠ કરશે. આ કાર્યક્રમનું સંચાલનશ્રી રાહુલ તુરી કરશે. શ્રી ટાગોરનું જીવન કવન વિશે પરમ પાલનપુરી વાત કરશે. તેમ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર મહાપાત્રશ્રી ર્ડા. જયેન્દ્રસિંહ જાદવ અને સ્વરાંકન કલા પ્રતિષ્ઠા, પાલનપુરના પ્રમુખશ્રી રાહુલ શ્રીમાળીએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here