મહેસાણા…..
સિધ્ધાર્થ વિધાલય સંકુલ સોમનાથ મંદિર તળેટી,રોડ, મહેસાણા ખાતે ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળનો સ્નેહ મિલન સમારોહનું યોજાયો હતો તેમા સૌરષ્ટ્ર, સુરત, બનાસકાઠા જેટકો-યુજીવીસીએલ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં દુર દુર થી આવી હાજર રહેલ. અને તે કાર્યક્ર્મમાં મહાનુભવો માન. મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમાર,સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર,ગાંધીનગર,માન.શ્રી કરશનભાઈ સોલંકીધારાસભ્યશ્રી કડી ઈશ્વરભાઈ મકવાણા પુર્વમંત્રીશ્રી અને પ્રમુખ ઉત્કર્ષ મંડળ,ગીરીશ પરમાર, કાર્યકારી પ્રમુખ ઉત્કર્ષ મંડળ તેમજ શૈક્ષણિક અને સામાજિક પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહેલ સમારંભને સંબોધતા માન મંત્રીશ્રી એ જણાવેલ ઉત્કર્ષ મંડળ ક્રર્મચારીઓના હિતો અને અધિકારો માટે સારી પ્રવુતિઓ કરે છે મંડળ ની પ્રવુતિઓ બિરાદાવી હતી અને સરકારશ્રીની યોજનાઓ તેમજ સરકારશ્રી સાથે રહીને વિજ વિતરણ અને વિજ પુરવઠા લગતી સરહાનીય કામગીરી કરે છે તેમજ મારા વિભાગ લગતી બાબતોમાં જણાવવાનું કે મંડળ દ્વારા રોસ્ટર અને ભરતી/બઢતીમાં ગેરરિતિઓ અંગેની ફરીયાદો મળી છે જેની વિભાગ દ્વાર જીણવટથી તટસ્થ તપાસ કરાવી સંવિધાનિક કાયદા અનુંસાર જે તે દોષિત સામે પગલા લેવામાં આવશે. અને નિવુત કર્મચારીઓ/અધિકારીઓને શાલ ઓઢાડી પ્રમાણપત્રો આપી સન્માન કરવમાં આવેલ મંડળ સદર કાર્યક્મમાં મંડળના હોદેદારો શ્રી જે.કે.ભાયાણી, અનિલ પરમાર, એન.કે.દેશ્મુખ, ડી.જે.મકવાણા, ગમારભાઈ, ગોસાઈભાઈ, વી.ડી.સોલંકી, નગરીયાભાઈ, એ.પી.રાણા, એન.સી.સોલંકી વિગેરે ભારે જેહમત ઉઠાવી કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો.