કરો યોગ રહો નિરોગી
ઝાલોદ તાલુકાના યોગ ટ્રેનર ભાઈઓ તથા બહેનો ને એક મહિનાની પ્રેક્ટિકલ અને થિયરીની તાલીમ આપવામાં આવી હતી. ત્યાર બાદ સાત દિવસ સુધી ઓનલાઇન તાલીમ આપવામાં આવી હતી.જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સર્ટિ આપવાનો કાર્યક્રમ ઝાલોદ તાલુકાના ગુરુ ગોવિંદ મહારાજની ભુમિ કંબોઈ ખાતે રાખવામાં આવ્યો હતો.
જેમાં હાજર રહેલા મહાનુભવો માજી. પુર્વ ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા , તથા ફતેપુરા તાલુકાના યોગ કોચ ડી.આર.પારગી ,અને લીમખેડા તાલુકાના યોગ કોચ લાલભાઈ સંગાડા ,સતેમજ ભીતોડી પ્રા. શા.નાં આચાર્ય શંકરભાઈ કટારા , અને ઝાલોદ તાલુકાના તમામ ગામોના યોગ ટ્રેનર ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતાં.
પુર્વ ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા દ્વારા દરેક ગામ ગામ સુધી અને ફળિયા ફળિયા સુધી અને જન જન સુધી યોગ નો પ્રસાર પ્રચાર થાય લોકો બધા યોગનો લાભ મેળવે તેવી તમામ યોગ ટ્રેનર ભાઈઓ તથા બહેનો ને માહિતી આપી હતી
રિપોર્ટ:દિપક લબાના
ઝાલોદ