ગુજરાતની દીકરી તસનીમ મીરે અંડર ૧૯ ગર્લ્સ બેડમિન્ટનમાં વર્લ્ડ નંબર વનનું ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરી ગુજરાત અને સમગ્ર ભારત દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે..
તસનીમ અને તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા પાલનપુર નગરપાલિકાના સદસ્ય અબરાર શેખ પૂર્વ નગરસેવક રસુલભાઇ મીર્ઝા મીડિયાના સિનિયર સંવાદદાતા શિતાબ.કાદરી તેમજ આસિફ પઠાણ સહિતનાઓએ દિકરીને ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અને વિશ્વમાં સમાજનું અને ગુજરાતનું નામ રોશન કરેતેમજ સમગ્ર દેશનો ડંકો વિશ્વમાં વગાડે એવી શુભેચ્છાઓ સાથે તસનીમ મીર ને આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી