ગુજરાતરાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે શ્રી સમાજ ના હોદ્દેદારોએ આજે તા 26 /10 /21 ને મંગળવારે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રીશ્રી ની રૂબરૂ મુલાકાત લઇ સમગ્ર જ્ઞાતિ વતી પ્રમુખશ્રી અબજીભાઈ કાનાણીએ કચ્છી શાલ ઓઢાડી મુખ્યમંત્રીશ્રી નું સ્વાગત અભિવાદન કરી શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ સમાજના કેટલાક પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી જેનો સકારાત્મક પ્રતિસાદ મુખ્યમંત્રી તરફથી મળ્યો હતો ખાસ કરીને આપણા કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન દ્વારા સંચાલિત કોલેજ ની ગ્રાન્ટ અંગે રજૂઆત કરવામાં આવી હતી જેનો ત્વરિત ઉકેલ લાવવા મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી હતી. સમાજના રાજકીય યુવા ઉત્સાહી કાર્યકર શ્રી જયંતીભાઈ પોકાર તલોદ ના માધ્યમથી ગોઠવાયેલી આ શુભેચ્છા મુલાકાત માં આપણે કેન્દ્રિય સમાજના પ્રમુખશ્રી અબજીભાઈ કાનાણી ની સાથે ઉપપ્રમુખ શ્રી ભાણજીભાઈ પોકાર કડોદરા. ઉપપ્રમુખ શ્રી જેન્તીભાઈ લાકડાવાળા અમદાવાદ, મંત્રીશ્રી ડો અશોકભાઈ ભાવાણી ધનસુરા. મંત્રીશ્રી મોહનભાઈ ધોળુ પેટલાદ. એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી છગનભાઈ પટેલ અંકલેશ્વર. ધનસુરા સનાતન સમાજના પ્રમુખશ્રી જગદીશભાઈ વાસાણી. શ્રી ભાઈલાલભાઈ સુરાણી વડાગામ અરવલ્લી ઝોન સમાજના પ્રમુખ શ્રી અમૃતભાઈ રામાણી. અમદાવાદ જોન સમાજના પ્રમુખ શ્રી CAઆર એન પટેલ શ્રી મગનભાઈ ધોળું.શ્રી મણીભાઈ પટેલ અમદાવાદ સાબર ઝોન ના પૂર્વ પ્રમુખ શ્રી શાંતિભાઇ નાકરાણી વગેરે સામાજિક અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા
કમલેશ પટેલ તલોદ