લીમખેડા તાલુકાના અગારાં (ઉ) પગાર કેન્દ્ર નાં સી.આર.સી.બાર માં આવેલી પટવાણ પ્રાથમિક શાળામાં સદર શાળાનાં શિક્ષકશ્રી તથા ગાર્ડન નર્સરી પાલ્લી લીમખેડા નાં ઓનર જીગ્નેશભાઈ પટેલ તરફથી શાળાનાં 100 જેટલાં બાળકો ને ફળાઉ વૃક્ષોનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું.આજનાં આ કાર્યક્રમ માં સી.આર.સી. બાર હાજર રહી વિદ્યાર્થીઓને આપણાં જીવનમાં વૃક્ષોનું મહત્વ વિશે સમજૂતી આપી હતી.શાળાનાં આચાર્યશ્રી તથા શાળા સ્ટાફ પરિવારે જીગ્નેશભાઈ પટેલ નો આભાર માની અભિનંદન સાથે ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ