વીજળી થી ઈજાગ્રસ્ત એક વિધાર્થી ની ને સારવાર અર્થે ખસેડાઈ
મળતી માહિતી અનુસાર ગઈકાલ ના રોજ અચાનકજ કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો આ સમયગાળા દરમિયાન અડાલજ ના માણેકબા પીટીસી કોલેજ ના ગેટ પાસેના ઝાડ જોડ઼ે ઉભી રહેલી બે વિધાર્થી ની ઓ ઉપર વીજળી પડતા એક વિધાર્થી ની નું મોત નીપજ્યુ છે.જયારે એક યુવતી ને ગાંધીનગર સિવિલ ખાતે દાખલ કરવા માં આવી છે,
વિગતો અનુસાર ખોરજ ખોડિયાર ગામે રહેતી આરતી બા જાડેજા,અને નમ્રતા ઠાકોર નામની બે યુવતી ઓ અડાલજ માણેકબા કોલેજ ના ગેટ પાસે ઉભી હતી ત્યારે 5 એક વાગ્યાં ના અરસામાં કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો જેથી વરસાદ થી બચવા બને બહેનપણી ઓ કોલેજ ના દરવાજા પાસે ના ઝાડ નીચે જઈ ઉભા રહ્યાં હતા તે સમયે આકાશ માં જોરદાર કડાકો થઇ વીજળી જમીન પર ઉતરી આવી હતી આકાશ માં થી પડેલી વીજળી એ બને યુવતીઓ ને ગંભીર રિતે ઘાયલ કરી હતી બને બહેનપણી ઓ પૈકી ની નમ્રતા ઠાકોર ત્યાં જ ઢળી પડી હતી તત્કાલ 108 ને કોલ કરતા 108 દ્વારા બને ને ગાંધીનગર સિવિલ ખસેડવા માં આવ્યા હતા જયાં ફરજ પરના તબીબે નમ્રતા ને મૃત જાહેર કરી હતી અને આરતી બા ની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે દાખલ કરવા માં આવી હતી, જયાં હોસ્પિટલ માં પ્રિન્સિપાલ સહીત નો સ્ટાફ દોડી આવ્યો હતો, આ બનાવ ને લઇ સ્કૂલ ના અન્ય વિધાર્થી ઓ માં શોકની લાગણી સવાઈ હતી
બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ