ગાંધીધામ શહેર ના આંતરીક રોડ રસ્તા ખરાબ હોવાના કારણે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા ને તાળા બંધી કરવા જતાં આમ આદમી પાર્ટી ના કાર્યકરો ની ધરપકડ

0
16

આજ રોજ ગાંધીધામ નગરપાલિકા ના તમામ સોસાયટી ના રોડ તેમજ શહેર ના મુખ્ય રોડ રસ્તા મા મસમોટા ખાડા પડેલ હોવાથી કુંભકર્ણ ની નિંદ્રા માણી રહેલા સતાધીશો તેમજ અધિકારીઓ ને જગાડવા આમ આદમી પાર્ટી ના કાર્યકરો ઝંડા ચોક થી રેલી સ્વરૂપે સૂત્રોચાર કરી નગરપાલિકા કચેરી ના ગેટ સુધી પહોંચતા કાર્યકરો ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ હતી. પ્રજા ના હક અને અધિકારો નું હનન કરવા સમાન કાર્ય સતાધીશો દ્વારા કરવામાં આવેલ હતું. પૂર્વ કરછ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર ઠક્કર તેમજ પૂર્વ કરછ જિલ્લા મહિલા પ્રમુખ છાયાબેન ચોહાણ ની આગેવાની હેઠળ ગાંધીધામ શહેર પ્રમુખ આર. ડી.માતંગ, મહિલા પ્રમુખ રેખાબેન કેવલરમાની, રાજુ લખાણી,બી. ટી. મહેશ્વરી, ડો.કાયનાત અંસારી, તનુજા તેવાની, રાયશી દેવરિયા,વિનોદ સુંધા,ગોવિંદ રબારી,અમૃત રાઠોડ,મયુરસિંહ જાડેજા, ભરત સોલંકી, લાલજી સથવારા,રમેશ વણકર, રવી શંકર,અરજણ રબારી, રસામ પ્રજાપતિ, મહેશ કેવલરમાની,સંજય સરિયાલ વગરે કાર્યકર્તાઓ ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ હતી તેવું અખબારી યાદી દ્વારા પૂર્વ કરછ જિલ્લા પ્રવકતા જીતેન્દ્ર ચોટારા એ જણાવેલ હતું.
તસ્વીર એહવાલ :-દિપક આહીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here