ગંભીરપુરા ની જીવદયા ટીમે ગટરલાઇનના ખડામાં પડેલી ગાય ને બહાર કાઢી.

0
17

ગાયનું મોઢું ડસ્ટબીન ના ડબલા માં ફસાઈ ગયું હતું. ડસ્ટબીન કાપી ગાયનું મોઢું ખુલ્લું કરાયું.

શહેરોમાં રખડતી ગાયો ને લઈને સમસ્યાઓ ના અનેક સમાચાર જોવા મળતા હોય છે. જ્યારે ખુલ્લી ગટર અને ગંદકી અને પ્લાસ્ટિક ને લઈ ને ગાયોને પણ અનેકવાર મુશ્કેલી ભોગવવી પડતી હોય છે. તેવો જ એક બનાવ ઇડર ના મોહનપુરા પાટિયાં જોડે નંદનવન સોસાયટી માં બનવા પામ્યો હતો. બુધવારની વહેલી સવારે એક ગાય ગટર લાઇન નાં ખાંડા પડી હતી. મોઢા માં ડસ્ટબીન નું ડબલું ફસાઈ ગયું હતું.જેને લઈ તેને ખૂબ મુશ્કેલી પડી રહી હતી.અને જોઈ પણ શકતી નહોતી. આ બાબતની જાણ ગંભીર પુરા જીવદયા ટીમને કરતાં. જીવદયા ટીમ ના ઉપેન્દ્ર પરમાર અને અન્ય સભ્યો દ્વારા જેસીબી ની મદદ લઈ ગાયને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.અને તેના મોઢા પર ભરાયેલા ડસ્ટબીન ના ડબ્બાને કાપી ને ગાયને ખુલ્લી કરાઈ હતી. જેથી ગાયને રાહત થવા પામી હતી. જીવદયા ના સભ્યો ના કામને હાજર લોકોએ બિરદાવ્યું હતું.

ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here