ખોડલધામ વાવોલ ખાતે વસંતપંચમીના પવિત્ર દિવસે છોતેર ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા માં ખોડિયારના ગરબાનું આયોજન કરાયું..

0
13

ગરબા મહોત્સવમાં સમાજની મહિલાઓ સહિત પુરૂષોએ માં ના ગરબા અને માંડવી માથે ગ્રહણ કરી રાસ ગરબાની રમઝટ બોલાવી..

સમાજના સૌ પરિવારે સમૂહમાં માતાજી ની આરતી પુજા કરી વિશ્વ કલ્યાણની પ્રાથૅના કરી..

પાટણ તા.૬
વસંતપંચમીના પવિત્ર દિવસે ગાંધીનગર નજીક નાં વાવોલ મુકામે આવેલ ખોડલધામ ખાતે શ્રી ખોડિયાર માતાજી નાં ગરબા નું આયોજન છોતેર ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા ભક્તિ સભર માહોલમાં કરવામાં આવ્યું હતું.
વસંતપંચમીના પવિત્ર દિવસે આયોજિત કરવામાં આવેલ શ્રી ખોડિયાર માતાજી ની સન્મુખ ગરબા મહોત્સવમાં છોતેર ગોળ પ્રજાપતિ સમાજની મહિલાઓ સહિત પુરૂષો એ પણ માથા ઉપર શ્રી ખોડિયાર માતાજી ગરબા અને માંડવી ગ્રહણ કરી ભક્તિ સંગીતના સુમધુર સુરો વચ્ચે રાસ ગરબાની રમઝટ બોલાવી માં ખોડિયારના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
ગરબા મહોત્સવ ની પૂણાર્હુતિ બાદ છોતેર ગોળ પ્રજાપતિ સમાજના પરિવારજનો એ શ્રી ખોડિયાર માતાજી સમૂહમાં આરતી પુજન અને પ્રસાદ નો લાભ લઇ સમગ્ર વિશ્વના કલ્યાણાર્થે પ્રાર્થના કરી હતી.
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here