ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા કેન્દ્ર સરકાર દ્વારા પરત ખેંચતા પાટણ કોંગ્રેસે ખુશી મનાવી આતશબાજી કરી..

0
9

કેન્દ્રની ભાજપ સરકાર ખેડૂતોના આક્રોશ સામે ઝુકી છે : કોંગ્રેસ

પાટણ તા.19
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કાયદાઓનો ખેડૂતો દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શિત કરી સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા આ કળા કાયદાઓને કેન્દ્ર સરકારે કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર દિવસે પરત ખેંચતા ખેડૂતો સહિત કોંગ્રેસ દ્વારા પાટણ શહેર બગવાડા ચોકમાં આતશબાજી કરી સરકાર નાં આ નિર્ણયને વધાવી લીધો હતો .
કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ખેડૂતો માટે ના ત્રણ કાયદાઓ નો સમગ્ર દેશ માં કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ અને વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી આ કાયદા પરત ખેંચવા ની માંગ કરવામાં આવી રહી હતી . આ કાયદાઓ ખેડૂત વિરોધી હોવાનું માનવામાં આવી રહ્યું હતું . ત્યારે શુક્રવારના રોજ કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂત વિરોધી ત્રણ કાયદાને દેશ માં ચાલી રહેલા ખેડૂતોના વિરોધના પગલે અને સરકાર સામેના આક્રોશ ને કારણે સરકાર ડરી જઈ ને પાછા ખેંચ્યા હોવાનું કોંગ્રેસ આગેવાનો એ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા ખેડુત વિરુદ્ધ કાયદાઓ પાછાં ખેંચતા ખેડૂતો ની જીત થઈ હોઈ તેની ખુશી મા શુક્રવારના રોજ પાટણ શહેરનાં બગવાડા ચોકમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પંથકના ખેડૂતો દ્વારા વરસતા વરસાદ વચ્ચે આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી .
આ આતસબાજી કાયૅક્રમ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ભાટીયા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ, કોંગ્રેસ માઈનોરીટી વિભાગના ભુરાભાઈ સૈયદ, સહિત કોંગ્રેસના પદાધિકારીઓ, કાર્યકરો અને પંથકના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here