સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે તા.૬ ના રોજ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રમોદીની પંજાબના ફિરોજપુર ની સભા ના રુટ પર સુરક્ષા ચૂક થયેલી તેના વિરોધમાં ખેડબ્રહ્મા સરદાર ચોક માં રાહુલગાંધી અને સોનિયા ગાંધીના પૂતળા નું દહન કરવામાં આવ્યું. કૉંગ્રેસ સરકાર દ્વારા સુનિયોજિત કાવતરું કરવામાં આવ્યું અને પ્રધાનમંત્રી ની સુરક્ષા અંગે પંજાબ ની કૉંગ્રેસ સરકાર દ્વારા ગંભીર ક્ષતી કરવામાં આવી તેના વિરોધ માં ખેડબ્રહ્મા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, તાલુકા યુવા મોરચા તેમજ મહિલા મોરચા દ્વારા આજરોજ ખેડબ્રહ્મા સરદાર ચોક ખાતે સોનિયા ગાંધી અને રાહુલગાંધી ના પૂતળા નું દહન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.
બિપિન જોષી ખેડબ્રહ્મા