
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મેત્રાલ ગામે આરડેકતા કોલેજમાં આજ રોજ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ રક્તદાન કેમ્પમાં ખેડબ્રહ્મા તાલુકાના ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ,પૂર્વે વિપક્ષના નેતા શિવાભાઈ પરમાર, યુવા મોરચા ના મહામંત્રી સાબરકાંઠા હિતેશભાઈ પટેલ,યુવા મોરચાના પ્રમુખ ખેડબ્રહ્મા અક્ષયભાઈ પટેલ,તાલુકા સદસ્ય નીલમબેન પટેલ તેમજ તાલુકા મહામંત્રી નારસિંહભાઈ પટેલ આ રક્તદાન કેમ્પમાં સહભાગી બન્યા હતા. આવા કેમ્પના આયોજન થી કોઈપણ વ્યક્તિ ને તાત્કાલિક રક્ત ની જરૂરીયાત હોય તેવા સમય માં આ રીતે રક્તદાન કેમ્પથી સંગ્રહ કરેલ રક્ત ખુબજ ઉપયોગી થાય છે. ખેડબ્રહ્મા ભારતીય જનતા પાર્ટીના ના યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું ખુબજ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.
બિપિન જોશી ..ખેડબ્રહ્મા