પાટણ જિલ્લા ના ચાણસ્મા તાલુકા ના ખારીધારીયાલ પ્રાથમિક શાળામાં આજ રોજ તા.૫/૧/૨૦૨૨ ને બુધવારના દિવસે તીથી ભોજન તથા લાઇફ સ્કીલ ડેવલપમેન્ટ અને બાળમેળા નું આયોજન કરવામાં આવ્યું
નીતિનભાઈ હેમચંદભાઈ પટેલ તરફથી તેમના માતૃશ્રી સ્વ. શારદાબેન ની પુણ્યતિથિ નિમિત્તે શાળાના તમામ વિધાર્થીઓ ને માસ્ક, નોટબુક અને બોલપેન આપવામાં આવી અને કુપોષણ મુક્ત બાળકો રહે નહીં તે માટે શીરો અને મગ નું પૌષ્ટિક તીથીભોજન આપવામાં આવ્યું. તથા નરેશભાઈ પટેલ દ્વારા વ્યસન મુક્ત સમાજ – દેશ અંતર્ગત વિધાર્થીઓ ને પોતાના વાલીઓને વ્યસનથી દુર રહેવા અંગે ખૂબ જ સરસ સમજ આપવામાં આવી. ત્યારબાદ શાળામાં ” ગીજુભાઇ બધેકા” બાળમેળા ની શરૂઆત કરવામાં આવી. તેમાં માટીકામ,કાગળ કામ, ચિટક કામ,ચિત્રકામ, રંગપૂરણી, મહેંદી હરીફાઈ,રંગોળી હરીફાઈ,સુલેખન હરીફાઈમાં ધો.૧ થી ધો.૮ ના વિધાર્થીઓએ હોંશભેર ભાગ લીધો.જયારે ધો.૬ થી ધો.૮ ના વિધાર્થીઓમાં જીવન કૈશલ્યના વિકાસ માટે નાસ્તા ઘરનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ભેળ બનાવી વેચાણ કરવામાં આવ્યું. શાળાના તમામ શિક્ષકશ્રીઓએ ઉમળકાભેર ભાગ લીધો. શાળાના આચાર્ય શ્રી તથા સ્ટાફ મિત્રો દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ રીતે ખૂબ જ આનંદ કિલ્લોલ સાથે દિવસ પસાર કરવામાં આવ્યો.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ