્મહીસાગર

મહીસાગર જિલ્લામાં ખાનપુર વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ એકડા પંચનું સ્નેહમિલન અને વાર્ષિક સાધારણ સભા નો કાર્યક્રમ બોરવાઈ ગામે યોજાયો. જેમાં બોરવાઇ ગામના વતની બાલકૃષ્ણ ભટ્ટ ના અધ્યક્ષ સ્થાને કાયૅક્રમ યોજાયો ખાનપુર વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ એકડા પંચ ના કાર્યક્રમમાં લુણાવાડા ના ધારાસભ્ય જિજ્ઞેશ ભાઈ સેવક ઉપસ્થિત રહ્યા હતા.અને અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદના ઉપપ્રમુખ શૈલેશકુમાર ઠાકર તેમજ ખાનપુર ભાજપના પ્રમુખ દીપકભાઈ જોશી. સમાજના પ્રમુખ દીપકભાઈ પંડ્યા મહામંત્રી જીગ્નેશભાઈ જોશી . ઉપપ્રમુખ,સલાહકાર,ઓડીટર, ખજાનચી તથા માજી પ્રમુખો અને મંત્રી ઓ હાજર રહ્યા હતા.અને કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં જ્ઞાતિ જનો બાળકો યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા અને સમાજ ની માતા ,બહેનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. એક બીજાને નવા વર્ષની શુભેચ્છા ઓ પાઠવી હતી. સમગ્ર આયોજન બોરવાઇ ગામમાં કરવામાં આવ્યું હતું જેમા ગામના વડીલો અને યુવાનો દ્વારા ખુબ તનતોડ મહેનત કરી ને સમગ્ર આયોજન ને દીપાવી દીધો હતો. કોવિડની મહામારી પછી નવા ઉમગ સાથે મળેલી આ સભાએ ઉર્જાસભર નવા નિર્ણયો લીધા
આગામી સમયમાં 13/2/22 ના રોજ સમુહજનોઈ અને લગ્નનું આયોજન કરવા નક્કી થયું
કોરોનામાં અવસાન પામેલ પરિવારોને આર્થિક સહાય કરવા માટે સમાજના દાતાઓ મોટા પ્રમાણમાં દાન આપી સહભાગી બન્યા હતા. સમાજના તેજસ્વી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા પ્રોત્સાહિત ઇનામ પ્રમોદભાઈ (બકાભાઇ) જોશી દ્વારા પુરૂ પાડવામાં આવ્યું
ઉપસ્થિત મહાનુભાવોએ હાલના સમયમાં સંઘઠીત રહી આગળ વધવા હાકલ કરી .ક્રાર્યક્રમ માં સૌ પૂર્વ પ્રમુખ – મહામંત્રી હાજર રહ્યા સૌ ભૂ – દેવો બ્રહ્મભોજન લઈ સાથે છુટા પડ્યા. ખાનપુર વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ એકડા પંચ નો સ્નેહમિલન કાર્યક્રમ ખુબ સરસ રીતે પૂર્ણ થયો
રીપોર્ટ… જીતેન્દ્ર ઠાકર