પ.પૂ.સંત શિરોમણી દોલતરામ મહારાજ સહિત રાજકીય અગ્રણીઓ, પત્રકાર મિત્રો એ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી..
પાટણ તા.૧૭
મેડિકલ ક્ષેત્રે પાટણ ની આગવી ઓળખ રહી છે ત્યારે પાટણ નાં તબીબો ની કુનેહ થી અનેક દર્દીઓને નવજીવન મળ્યા છે ત્યારે આ મેડિકલ નગરી પાટણમાં છેલ્લા ચાર વર્ષથી મેડિકલ ક્ષેત્રે શહેરના કોહિનૂર સિનેમા પાસે આવેલ કેશવ હોસ્પિટલમાં સેવા આપનાર અને કોરોના ની મહામારી નાં કપરા સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપી નવજીવન બક્ષનાર એમ ડી ફિઝીશ્યન કોરોના વોરિયર્સ તબીબ ડો.ધૃપલ સુથાર ના નવીન શ્ર્લોક હોસ્પિટલ નો સરદાર કોમ્પલેક્ષ, સિધ્ધપુર ચાર રસ્તા પાસે રવિવારના શુભ દિને પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પાટણના આ સેવાભાવી ડો ધૃપલ સુથાર દ્વારા તૈયાર કરવામાં આવેલ પોતાના અધતન સુવિધા સભર શહેરના સરદાર કોમ્પલેક્ષ ખાતે નાં નવીન શ્ર્લોક હોસ્પિટલ ના શુભારંભ પ્રસંગે નોરતાં ના સંત શિરોમણી પ.પૂ.શ્રી દોલતરામ મહારાજ સહિત પાટણના એક્ટીવ ધારાસભ્ય ડો કિરીટ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, ધારપુર મેડિકલ હોસ્પિટલ નાં ડીન ડો યોગેશાનંદ ગોસ્વામી, રાજપૂત સમાજ નાં અગ્રણી મદારસિહ રાજપૂત,
ડો.ભૂપતસિહ રાજપૂત, સહિત પાટણ નાં તબીબો, અગ્રણીઓ,પત્રકાર મિત્રો એ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા.
આ નવીન હોસ્પિટલ નાં શુભારંભ પ્રસંગે ડો ધૃપલ સુથાર અને તેમના પરિવારજનો સાથે હોસ્પિટલ નાં સ્ટાફ પરિવાર દ્વારા તમામ આગંતુકો નું ઉષ્માપૂર્ણ સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા..