દેસાઈ સમાજ સેવા ટ્રસ્ટપાટણ દ્વારા સમાજના કોરોના માં મૃત્યુ પામેલા સ્વજનો નાં પરિવારો સહિત જરૂરિયાત
મંદો ને આર્થિક સહાય અપૅણ કરવાનો કાર્યક્રમ યોજાયો..
પાટણ તા.૨૮
કોરોના ની વૈશ્વિક મહામારી નાં કપરા સમયમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે પાટણ પંથકના દેસાઈ સમાજના પરિવારજનો માં પણ અનેક લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા હોય જેઓના આત્માની શાંતિ માટે અને મૃતક સ્વજનના પરિવારજનો સહિત સમાજના જરૂરિયાતમંદ પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવાની ભાવના સાથે રવીવાર નાં રોજ પાટણ શહેરની એસ.એમ.દેસાઈ ગોપાલક હાઈસ્કૂલ ખાતે દેસાઈ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા કાયૅક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
કાયૅક્રમ ની શરૂઆત માં કોરોના માં મૃત્યુ પામેલા સ્વજનો નાં આત્માની શાંતિ માટે પ્રાર્થના અને બે મિનિટ નું મૌન પાળી શ્રધ્ધા સુમન સમર્પિત કરી સ્વ.ના પરિવાર જનોને સમાજની હૂંફ પુરી પાડવામાં આવી હતી.
દેસાઈ સમાજના કોરોના માં મૃત્યુ પામેલા સ્વજનો નાં પરિવાર સહિત જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ બનવા આયોજિત કરવામાં આવેલ આ સહાય અપૅણ કાયૅક્રમ પ્રસંગે અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા પૂર્વ ધારાસભ્ય અને પ્રખર ગાંધીવાદી શ્રી માલજીભાઈ દેસાઈ એ કોરોના કાળમાં પરિવાર નાં સ્વજન ગુમાવનાર દેસાઈ સમાજના પરિવારજનો ને સાંત્વના પાઠવતા જણાવ્યું હતું કે કોરોના ની મહામારી નાં સમયે અનેક લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે જેનો દરેક સમાજ ને રંજ છે ત્યારે પરિવાર નાં સ્વજનો ઉપર આવી પડેલી આ દુઃખની ધડીમા સમાજ અને સમાજના આગેવાનો સહિત વિવિધ સંગઠનો હંમેશા સહભાગી રહેશે તેમ જણાવી દુઃખની ધડી મા સ્વજનો નાં પરિવારોને આર્થિક રીતે મદદરૂપ બનવાની ફરજ પણ સમાજની હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ એ પણ સમાજના લોકો ને મદદરૂપ બનવાની ભાવના ને સરાહનીય લેખાવી હતી.
કાયૅક્રમ ની શરૂઆત માં દેસાઈ સમાજ સેવા ટ્રસ્ટ પાટણના પ્રમુખ બાબુભાઈ દેસાઈ એ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો નાં વરદ હસ્તે કોરોના ની વૈશ્વિક મહામારી નાં કપરા સમયમાં પાટણ પંથકના દેસાઈ સમાજના ૧૮ જેટલા સ્વજનો નાં થયેલ મૃત્યુમાં મૃત સ્વજનો નાં પરિવારોને તેમજ ચાર જેટલા જરૂરિયાતમંદ પરિવારને દેસાઈ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત રોકડ સહાય ની રકમ અપૅણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે દેસાઈ સમાજના આગેવાનો માં લલ્લુભાઈ રાજાભાઈ દેસાઈ, બાબુભાઈ લાલભાઈ દેસાઈ,ભોજનદાતા વાધજીભાઈ નાથાભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો તેમજ દેસાઈ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ નાં મંત્રી લાલભાઈ કે.દેસાઈ અને કારોબારી સભ્યો સાથે સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક રાજુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ. કમલેશ પટેલ. પાટણ