પંચમહાલ
આજરોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન નિમિત્તે કાલોલ તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ દ્વારા આયોજિત માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો.જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રીમતી અર્ચનાબેન ગોહિલ વિશ્વ હિન્દુ પરિષદ સેવિકા સમિતિ દ્વારા કાલોલ તાલુકાની શિક્ષિકા બેનોને મહિલા સશક્તિકરણ અને નારી ઉથ્થાનનું ખૂબ સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું તથા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કાલોલ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ શેફાલીબેન ઉપાધ્યાય, તાલુકા અધિક્ષક ઈજનેરશ્રી ફાલ્ગુનીબેન, આકડાઅધિકારી બેનશ્રી, એકાઉન્ટ બેનશ્રી મીનાબેન તથા મહિલા પોલીસ કોસ્ટેબલ બેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવી કાર્યક્રમને અનુરૂપ ખૂબ જ સુંદર બહેનોને મોટિવેશન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષિકા બેનો તથા તાલુકા પંચાયતનો તમામ મહિલા સ્ટાફ અને મહાસંઘના હોદ્દેદારશ્રીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો. કાર્યક્રમમાં મહિલાઓ હાજર રહી શકે એ માટે આજના દિવસે માન. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડૉ. વી.એમ. પટેલ સાહેબે આજની કાર્યક્રમમાં હાજર રહેનારની ઓન ડ્યુટી ગણવાનો પરિપત્ર કરી ખરેખરા અર્થમાં મહિલાનું સન્માન કર્યું. જે બદલ કાલોલ મહાસંઘ સાહેબનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ હતો. કાલોલ તાલુકા મહાસંઘના અધ્યક્ષશ્રી વિનોદકુમાર અમીન તથા સમગ્ર ટીમના માર્ગદર્શન હેઠળ મહિલા ઉપાધ્યક્ષશ્રી હસુમતીબેન પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. તથા મહિલા દિન નિમિત્તે મહાસંઘમાં ખાલી પડેલ મહિલા સહમંત્રીશ્રીની જગ્યાએ મધવાસ શાળાના રમીલાબેન પરમારની મહાસંઘના અધ્યક્ષશ્રી દ્વારા નિયુક્તિ જાહેર કરવામાં આવતા સમગ્ર ટીમ દ્વારા બેનનું સ્વાગત કરવામાં આવેલ હતું. મહિલા ઉપાધ્યક્ષશ્રીએ કાર્યક્રમમાં સંઘઠનનો પરિચય તથા સંઘઠનના શિક્ષક તેમજ સમાજહિતના કાર્યોથી સૌને વાકેફ કરવામાં આવ્યા. કાલોલ તાલુકામાં પંચાયતના મહિલા સફાઈ કર્મચારી તારાબેન તથા આરોગ્ય વિભાગમાંથી સુરેખાબેન હઠીલા અને સમગ્ર તાલુકામાંથી ફક્ત કોરોના ટ્રેસિંગની હેલ્થ સેન્ટર પર ફક્ત એક જ બેન કામગીરી કરનાર અલીન્દ્રા શાળાના બેનશ્રી નયનાબેન પટેલ આ તમામ બેનોનું સન્માન કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખડકી શાળાના એચ.ટાટ આચાર્ય બેનશ્રી કુંજલબેન પરીખ દ્વારા સંચાલન કરવામાં આવ્યું. આજના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષિકા બેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ હતો. કાલોલ તાલુકા વિકાસઅધિકારી શ્રીમતિ મૈત્રી જે. લેઉઆ તથા પોલીસ સબ ઇસ્પેક્ટર ક્રિષ્નાબેન કારેના ઓફિસની અગત્યની મિટિંગમાં ગયેલ હોઈ હાજર રહી શકેલ ન હોઈ તેઓશ્રીએ તમામ બહેનોને મહિલા દિનની શુભેચ્છા સંદેશ પાઠવેલ હતો. આજના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષિકા બેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ હતો.
રીપોર્ટ…..જીતેન્દ્ર ઠાકર