કાંકરેજ તાલુકા ના ભલગામ ગામે સેવાસેતુ યોજાયો….

0
24
        બનાસડેરીના નવનિયુક્ત ચેરમેનશ્રી અણદાભાઈ આર.પટેલ ની વિષેશ ઉપસ્થિતિ માં ભલગામ મુકામે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા વિવિધ લાભો જેવાકે રેશનકાર્ડ,આધારકાર્ડ, આયુષ્યમાન ભારતકાર્ડ,કોરોના મૃત્યુ સહાય,વૃદ્ધ સહાય,જાતિ આવકના દાખલા,વિધવા સહાય યોજના,વયવંદના યોજના,આરોગ્યલક્ષી,કૃષિલક્ષીના વિવિધ લાભો અને આવા 57 જેવા લાભો લોકોને ઘરઆંગણે એજ દિવસે મળી રહે તે હેતુસર ભલગામ ગામે સેવાસેતુ કાર્યક્રમ માં વિવિધ લાભો જનતા ને મળી રહે …..
ભલગામ,રાણકપુર,ઉણ,પાદર,સવપુરા,કરશનપુરા,ટેંબી,નેકારીયા,શિરવાડા, જાખેલ,માંડલા,ચાંગા,અધગામ, રતનપુર (ઉણ),માનપુરા (ઉણ),તાંતિયાણા અને વાલપુરા જેવા ગામડાઓના લાભાર્થીઓને વિવિધ લાભો ભલગામ ગામે સેવાસેતુ કાર્યક્રમ દ્વારા તમામ લાભો આપવામાં આવ્યા.
સેવાસેતુ કાર્યક્રમમાં શિહોરી તાલુકા મામલતદાર શ્રી એમ ટી રાજપૂત. ટીડીઓ શ્રી રમીલાબેન પરમાર ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ અમીભાઈ દેસાઈ , અને ડેલીકેટશ્રીઓ, આગેવાનશ્રીઓ,સરપંચશ્રીઓ તેમજ સરકારના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવ્યા હતા.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here