કાંકરેજ તાલુકા થરા ખાતે ઘેર ઘેર લહેરાયો તિરંગો દેશભક્તિના રંગે રંગાયા લોકો સાંઈ ટાઉન શીપ થરા તિરંગા યાત્રા ના રંગે રંગાઈ

0
17

સમગ્ર રાષ્ટ્ર આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે કરી રહ્યું છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આહવાન ને લઇ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે. ત્યારે સાંઈ ટાઉન શીપ થરા દેશભક્તિના ઉમંગ ઉત્સાહ થી રંગે રંગાયો છે ગુજરાત રાજ્ય કક્ષા શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને કાંકરેજ તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. થરા માં આવેલ સાંઈ ટાઉન શીપ સોસાયટી ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું . સોસાયટીના રહેશો દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજ્ય કક્ષા શિક્ષણ મંત્રી આ યાત્રામાં જોડાયા ઘેર ઘેર તિરંગા અર્પણ કરી ગોગા મહારાજના મંદિરે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશભક્તિના આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજ સિંહ વાઘેલા,જિલ્લા યુવા મહામંત્રી અલ્કેશભાઇ, ભરતસિંહ વાઘેલા કાંકરેજ વિધાનસભા IT સેલ, ઝેણુંભા વાઘેલા ઉપ પ્રમુખ,શરદભાઇ સાંપરિયા પ્રમુખ થરા શહેર યુવા મોરચો, અનુભા વાઘેલા થરા શહેર ભાજપ, કનુભાઈ ઠક્કર, નિરંજનભાઇ ઠક્કર ,રસિકભાઈ પ્રજાપતિ ,વિક્રમસિંહ વાઘેલા, તેમજ ભાજપના આગેવાનો અને અધિકારીઓ જોડાયા હતા. અને સોસાયટીના ઉત્સાહી પ્રમુખ બનેસીહ દરબાર ,માવજીભાઈ સુથાર ,જગદીશભાઈ ગોસ્વામી ,સોમાભાઈ પ્રજાપતિ, રાજુભાઈ વકીલ, બળદેવભાઈ પંડ્યા ,રાજુભાઈ સોલંકી, સૉરાબજી ઠાકૉર ,નિકુલ પ્રજાપતિ ડોક્ટર સત્યપ્રકાશ ભરવા, અશોક પ્રજાપતિ, શૈલેષ પ્રજાપતિ, ઘનશ્યામભાઈ ઠક્કર, ચંપુભા વાઘેલા ,ખેતારામ જોશી, તેમજ સોસાયટીના તમામ રહીશૉ વડીલો માતાઓ બહેનો બાળકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો સમગ્ર સોસાયટી દેશભક્તિના રંગે રંગાઈ હતી કાર્યક્રમનું સફળ સંચાલન બળદેવભાઈ પંડ્યા એ કર્યું હતું. આભાર વિધિ જગદીશભાઈ ગૌસ્વામી એ કરે કાર્યક્રમની પુર્ણાહુતી કરી હતી..

અહેવાલશ્રી વી કે ડાભાની

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here