કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ આનંદ વાડી માં કોંગ્રેસ પક્ષ દ્વારા નવનિયુક્ત અને હારેલ સરપંચ ઉમેદવારોનું સન્માન સમારોહયોજાયોહતો..

0
13

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ આનંદ વાડી માં તાલુકા કોંગ્રેસ પ્રમુખ હેમુભાઈ જોષી ની અઘ્યક્ષ સ્થાને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસ પક્ષના સેક્રેટરી અમરતજી ઠાકોર બનાસકાંઠા જિલ્લા ઉપ પ્રમુખ ભૂપતાજી મકવાણા.ઈશ્વરભાઈ દેસાઇ. પુરણસિંહ વાઘેલા. ચમનજી ડાયાજી સહકાર અને સિંચાઇ વિભાગ ના ચેરમેન. ગોપાળસિંહ સોલંકી. સુરેશ ખટાણા. બી. સી. ઠાકોર. ભવાનજી ઠાકોર. ભૂપતાજી ઠાકોર થરા માર્કેટ યાર્ડ વાઇસ ચેરમેન.વિનોદજી ઠાકોર પુર્વપ્રમુખથરાનગરપાલિકા. હિરભા ડાભી. સબળસિંહ ડાભી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
જેમાં નવ નિયુક્ત સરપંચો નું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સમણવા ગ્રામ પંચાયત ની નાની ઉંમર માં દીકરી કાજલ ઠાકોર નું ખાસ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે હવે આવનાર સમયમાં વિધાનસભા ની ચુંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક ધોરણે સામન્ય કારોબારી સમિતિની બેઠક બોલાવી ને આગળની રણનીતિ તૈયાર કરી લીધી છે અને કાર્યકરો તેમજ ચૂંટાયેલ સરપંચો ને ખાસ કરીને ઉપસ્થિત રાખીને આવનાર ૨૦૨૨ ની વિધાનસભા ની ચુંટણીમાં કોંગ્રેસ ને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે કવાયત શરૂ કરી દીધી છે…

ત્યારે થોડા સમય પહેલાં જ ગુજરાત કોંગ્રેસ પક્ષના નવનિયુક્ત પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર ની વરણી કરવામાં આવી છે જેમાં ભાજપ ને ટક્કર આપવા માટે અગાઉ રણનીતિ નક્કી કરી ને કોંગ્રેસ પક્ષના કાર્યકરો પદાધિકારીઓ ને ખાસ કરીને સુચના આપવામાં આવી છે ત્યારે હવે કાંકરેજ તાલુકાની વર્ષ 2022 ની આવનાર વિધાનસભા ની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના છ જેટલા આગેવાનો દ્વારા ટિકિટ માટે લાઇનમાં હોવાનું કહેવાય છે ત્યારે થોડા દિવસ પહેલા ચમનજી ડાયાજી રાઠોડ ના ઘરે લગ્ન પ્રસંગ માં હાજરી આપવા માટે આવેલ ત્યારે પણ સમગ્ર પ્રસંગને એક શક્તિ પ્રદર્શન ગણાવ્યું હતું ત્યારે હવે આગામી સમયમાં વિધાનસભા ની ચુંટણી બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા મીટીંગો નો દોર શરૂ કરી દેવામાં આવી છે…

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here