કાંકરેજ તાલુકાના નગોટ ગામના વિજેતા સરપંચ શ્રી નો સન્માન સમારોહ યોજાયો…..

0
22

કાંકરેજ તાલુકાના નગોટ મંગળપુરા વિજેતા સરપંચ શ્રી નીતાબેન વિજયજી ઠાકોર વિજેતા બનતા સન્માન સમારોહ યોજાયો હતો. આજરોજ નગોટ મંગળપુરા ના સરપંચ સતત બીજી ટર્મમાં પણ વિજેતા સરપંચ તરીકેબહુ જંગી મતથી વિજય થયા હતા જેમાં ૬ ઉમેદવાર હોવા છતાં પણ 394 મત અને 185 લીડ થી જીત થઇ હતી જે અંગે આજરોજ જોગણી માતાજીના મંદિરે ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં કાંકરેજ તાલુકાના વિજેતા સરપંચોએ શ્રી નીતાબેન વિજયજી ઠાકોર ને સાલ ઓઢાડી સન્માનિત કરી શુભકામનાઓ પાઠવી હતી.જેમાં કાંકરેજ તાલુકાના બલોચપુર સરપંચ શ્રી સનુભા વાઘેલા તેમજ રતનપુર (શીહોરી)સરપંચ શ્રી અરવિંદજી ઠાકોર તેમજ દુગ્રાસન સરપંચ શ્રી વિજયજી ઠાકોર તેમજ ગામના આગેવાનો વડીલો યુવાનો બહુ જ મોટી સંખ્યામાં હાજર રહી શુભકામનાઓ પાઠવી હતી.. તેમજ જોગણી માતાજીના મંદિરે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

અહેવાલ વેલાભાઇ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here