
કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ બુકેલીયા વાસ ના વતની થરા નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર . સંત શ્રી ત્રિકમ દાસ પાલનહાર ટ્રસ્ટના પ્રમુખશ્રી તેમજ રોહિત સમાજના શિક્ષિત ધર્મપ્રેમી અગ્રણી આગેવાન શ્રી મધાભાઇ રૂપાભાઈ બુકેલીયા નું સોમવારે થરા બુકોલીયાવાસ ખાતે દુઃખદ અવસાન થયું હતું જેમાં રોહિત સમાજ માં દુઃખનો આઘાત સર્જાયો હતો. સ્વર્ગની આ સ્મશાનયાત્રામાં સગાવહાલા તેમજ મિત્રો વૃંદે બહોળી સંખ્યામાં જોડાઈ દિવંગત આત્માને અશ્રુભીની શ્રદ્ધાંજલિ જય ભીમ ના નારા સાથે સુમન કરવામાં આવી હતી. રોહિત સમાજ માં એક અગ્રણી આગેવાન નેતા ગુમાવતા રોહિત સમાજ માં એક અનોખી ખોટ પડી હતી.
અહેવાલ વેલાભાઇ પરમાર બનાસકાંઠા કાંકરેજ