આજે થરા ખાતે મુસ્લિમ સમાજ નાં મહમદ પયગંબર સાહેબ નાં જન્મ દિવસ ની ઉજવણી નિમિતે સુન્ની મુસ્લિમ જમાત દ્રારા થરા શહેર માં જુલૂસ નીકાળવા માં આવ્યું. જેમાં જુલૂસમાં ઊંટગાડી અને રીક્ષામાં નાના બાળકો ને બેસાડી લીમડાવાસ થી લઈ થરા મસ્જિદની શેરીએ પહોંચ્યું હતું. ત્યાર બાદ નગરપાલિકા રોડ પર કોંગ્રેસના આગેવાનો દ્રારા ફૂલહાર થી જુલૂસ નુ સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ થરા બજાર માંથી હાઈસ્કુલ રોડ તેરવાડીયા વાસ આમ થરા નગર ની શેરીઓ માંથી લઈ જુલુસ થરા મસ્જિદે પોહચયા બાદ ચોકલેટ અને વિવિધ પ્રકાર ના ઠંડા પીણાં અને અલગ અલગ વાનગી નું વિતરણ કરી ને મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ ઉજવણી કરવામાં આવી હતી.આમ થરા નાં જુમા મસ્જિદ નાં મોલાના અલી સેર અકબરી અને મોલાના શમસુદિન અને થરા મુસ્લિમ સમાજ નાં આગેવાનો
જેવા કે ઘોરી જમાલખાન, મનસૂરી રફીકભાઈ મોરવાડીયા, મયુદીનભાઈ.ફકીર સુલતાનભાઈ.
પઠાણ શરીફખાન. બલોચ હેબતખાન. પઠાણ કરીમખાન આમ થરા નાં મુસ્લિમ સમાજ નાં નાં નાના બાળકો અને યુવાનો પણ જોડાયા હતા.આ તમામ કાયૅકમ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોના ગાઇડ લાઇન મુજબ યોજવામાં આવ્યો હતો.
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ
બનાસકાંઠા..