બનાસકાંઠા…..
પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ખોડા ગામે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર અને તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચોધરી સહિત ખોડા સરપંચ મઘાભાઈ પટેલ.પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ તરક. નટુભાઈ પટેલ. દિનેશભાઈ પટેલ. અલ્કેશ સુથાર (કોષા અઘ્યક્ષ ભાજપ). તેમજ કાંકરેજ તાલુકા પંચાયત ના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા જેમાં મનરેગા યોજના ના એન્જિનિયર પણ હાજર રહ્યા હતા જેમાં ગ્રામ લોકો દ્વારા આવેલ મહેમાનોનું સાલ ઓઢાડી ફુલહાર અને કુમ કુમ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા અને વિધિવત રીતે પૂજા કરી ને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત ગાઈ ને મહેમાનો અને અમૃત મહોત્સવ અંતર્ગત બાબુભાઈ પટેલ એ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે દેવજીભાઈ પટેલ (આચાર્ય). રઘુભાઈ પટેલ. દેવજીભાઈ પટેલ અને પ્રભતાભાઈ દેસાઇ અને સ્કૂલના આચાર્ય જીવરાજભાઈ ચોધરી અને વિજય તલાટી મંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા