કાંકરેજનાં ખીમાણા ગામે વિકાસ ગાંડો થયો : ગામનાં તમામ મુખ્ય માર્ગોની હાલત ખરાબ…!!!

0
12

ભયકંર કાદવ કિચડમાં લોકોને તેમજ વાહન ચાલકોને ચાલવું કઈ રીતે તમામ રસ્તા ભારે કાદવ કિચડમાં ગરકાવ….!!!

કાંકરેજ તાલુકાનાં ખીમાણા ગામે છેલ્લાં પાંચ વર્ષમાં વિકાસનું કોઈજ કામ ગ્રામ પંચાયત હસ્તક થયું નથી. ગામમાં રોડ, રસ્તા, પાણી, ગટર, સ્ટ્રેટ લાઈટો વગેરેની ભારે સમસ્યાં જોવા મળી રહી છે જેના કારણે વિકાસને વરેલી રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારનાં રાજમાં કાંકરેજનું ખીમાણા ગામ વિકાસના નામે ઉણું ઉતર્યું છે. અને વિકાસનાં નામે મીંડું જોવા મળી રહ્યું છે.
હાલમાં છેલ્લા પાંચ વર્ષથી ગામમાં ગટરની કોઈ સુવિધા નથી ગામમાં મુખ્ય બજાર વચ્ચે રસ્તાની પણ કોઈ યોગ્ય સુવિધા નથી. પીવાનું પાણી પણ લોકોને ટાઇમસર નિયમિત નહિ આપી તડપાવવામાં આવી રહ્યા છે. સ્ટ્રીટ લાઈટો પણ મોટાભાગની બંધ હાલતમાં શોભાનાં ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. ત્યારે ખીમાણા ગામમાં વિકાસ ગાંડો થયો એમ નહિ તો બીજું શું કહી શકાય…?
વાત કરવામાં આવે તો આજથી ત્રીસ વર્ષ પૂર્વે ખીમાણા ગામમાં મેઈન બજાર વચ્ચે લોકોની દુકાનો અને ઘરો જમીન તળિયેથી બે થી ત્રણ ફૂટ ઊંચા હતા જેના કારણે લોકોના ઘરો અને દુકાનો સલામત હતી અને વરસાદી પાણીનો નિકાલ થઇ જતો હતો. પરંતુ જે જે સરપંચો ખીમાણામાં ચૂંટાયાં તેમણે સરકારશ્રીની ગ્રાન્ટનો વેડફાટ કરવાં આવતાની સાથેજ ગામમાં મેઈન બજાર વચ્ચે વારંવાર RCC રોડ બનાવતાં હાલમાં ઉપરા છાપરી રોડનાં પાંચથી છ થર ચડવાથી ખીમાણા ગામમાં મેઈન બજારની બંને સાઈડ લોકોનાં ઘરો અને દુકાનોનું લેવલ જમીન તળિયે થઇ જતા સામાન્ય વરસાદમાં પણ વરસાદનું પાણી લોકોનાં મહોલ્લા, ઘરો અને દુકાનોમાં ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે ત્યારે સર્વે પ્રથમ તો ખીમાણામાં મેઈન બજાર વચ્ચે હાઇવેથી જસાલી રોડને જોડતા માર્ગ સુધી મેઈન બજાર વચ્ચેનો રોડ તોડી જમીન લેવલ બે ફૂટ જેટલું નીચું ઉતારવામાં આવે તોજ લોકોના ઘરો અને દુકાનોમાં ભરાતા પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેમ છે.વારંવાર રોડ બનાવી સરકારશ્રીની ગ્રાન્ટ વેડફાવાની કોઈજ જરૂર નથી….!!!
બીજી તરફ વાત કરવામાં આવે તો દર વર્ષે ચોમાસા દરમ્યાન ખીમાણામાં ગામના જાહેર માર્ગો પર ટ્રેક્ટર ધ્વારા પાવડો ફેરવી ગામના મુખ્ય માર્ગો પરથી સફાઈ કરી માટી દૂર કરવાની જગ્યાએ માટી નાખી માટીના ઢગ કરવામાં આવે છે જેના લીધે ગામમાં જાહેર રસ્તાઓ ઉપર ભારે કિચડનું સામ્રાજ્ય છવાય છે. અને સામાન્ય વરસાદે પણ લોકોને કિચડમાંથી ચાલવું ભારે મુસ્કેલ બને છે. ત્યારે ગાડીઓમાં ફરતા સ્થાનિક પંચાયત સત્તાવાળાઓને ગામની આ સમસ્યા કેમ દેખાતી નથી. સાચી વાત કરવામાં આવે તો હાલમાં ખીમાણા ગામમાં મેનેજમેન્ટનાં અભાવે ગામનો વિકાસ ભારે રૂંધાઈ રહ્યો છે. અને સરકારશ્રીનાં રૂપિયાનો વેડફાટ થઇ રહ્યો છે…
અત્રે ખીમાણા ગામના જાહેર માર્ગો ભારે કાદવ અને કિચડમાં ફેરવાઈ ગયા છે લોકોને ખરીદી માટે કે પછી ડેરીએ દૂધ ભરાવવા તેમજ અન્ય કોઈ કામકાજ અર્થે કે શિવાલયે દર્શનાર્થે કઈ રીતે જવુ એ એક સમસ્યા છે. નેતાઓ આવે છે તો બારોબાર મિટિંગો કરી અમે વિકાસ કર્યોના બણગા ફૂંકી ચાલ્યા જાય છે ગામની સાચી પરિસ્થિતિનો કોઈ તાગતો મેળવતું નથી જેના પરિણામે પ્રજા પીસાઈને જીવી રહી છે.
કાંકરેજ તાલુકાના ટીડીઓ અને બનાસકાંઠાનાં ડીડીઓ શ્રી સત્વરે આ સમાચારની ગંભીરતા અને પ્રજાની ભારે સમસ્યાને ધ્યાને લઈ કાંકરેજનાં ખીમાણા ગામની મુલાકાત લઈ ખીમાણા ગામના જાહેર માર્ગો ઉપરથી પગપાળા ચાલી સાચી વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવી પ્રજાની સમસ્યાનો ઉકેલ લાવે તેવી પ્રજાની ઉગ્ર માંગ છે. અને ગ્રામ પંચાયતનાં સ્થાનિક પંચાયત સત્તાવાળા ગામના જાહેર માર્ગો પરથી કાદવ કિચડ હટાવવામાં કેમ ઉદાસીનતા સેવે છે તેની પણ ઘટતી તપાસ કરે…. ગ્રામ પંચાયતમાં સરકારશ્રી ધ્વારા ફાળવવામાં આવેલું ટ્રેકટર છે ટ્રોલી છે તો પછી ગામના જાહેર રસ્તાઓ ઉપરથી કાદવ કિચડ દૂર કરવામાં કોની રાહ જોવામાં આવી રહી છે….? પ્રજાના હિતમાં સત્વરે ગામના જાહેર રસ્તાઓ ઉપરથી કિચડ દૂર કરી રસ્તાઓની સફાઈ કરવામાં આવે તે જરૂરી છે….!!!

અહેવાલ શ્રી વેલા ભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here