કલોલ ભાજપ દ્વવારા આંગણવાડી બહેનોનું સન્માન કરવા માં આવ્યું

0
5

ગાંધીનગર લોકસભાના લોકપ્રીય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના મત વિસ્તારમાં કલોલ તાલુકામાં કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં આરસોડિયા ગામના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ૩૫ આંગળવાડી અને આશાવર્કર બહેનોનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને ૫૦૦ કરતાં વધારે ગ્રામજનોના આયુષ્યમાન તેમજ શ્રમયોગી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર,ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી ડો.પ્રદ્યુમન વાજા સાહેબ,કલોલ તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ,પ્રદેશ મોરચાના ઉપપ્રમુખ શ્રીમતી અનીતાબેન પરમાર,પ્રદેશ મંત્રી શ્રી નિલેશભાઈ આચાર્ય,શ્રી નરેન્દ્રભાઇ પરમાર,ગાંધીનગર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી દીપાશુંભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાંધીનગર જિલ્લા અનુસુચિત જાતિ મોરચાના મંત્રી શ્રી મનોજભાઈ સોલંકી,કાર્યકર્તા શ્રીમતી હંસાબેન રાઠોડ,ભાવનાબેન સોલંકી,શ્રી રામજીભાઈ સોલંકી,જયદિપભાઈ વ્યાસ,મુકેશભાઈ વાઘેલા,ભરતભાઈ રાઠોડ,ઘનશ્યામભાઈ આર્ય અને શૈલેષભાઈ ખૂબ ટૂંકા સમયમાં કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

બનાસગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here