
કલોક જાયેંટ્સ દ્વારા શપથવિધિ સમારોહ યોજાયો
…………………………………………..
જાયેંટ્સ ગ્રુપ ઓફ કલોક મેઈન, કલોલ સાહેલી તથા યંગડીવીઝન નો શપથવિધિ સમારોહ તાજેતર માં યોજાયો જેમાં વર્ષ 2021/2022 ના કલોલ મેઈન ના
પ્રમુખ તરીકે જયેશકુમાર બારોટ,(એડવોકેટ ) કલોક સાહેલી ગૃપ ના પ્રમુખ તરીકે અલ્પાબેન બારોટ,તથા કલોલ મેઈન ના યંગડિવિઝન ના પ્રમુખ તરીકે ભાવિક પટેલે તેમજ યુનિટ ડાયરેક્ટર તરીકે અસ્વીનભાઈ પટેલે શપથ લીધા હતા આ સમારોહ ના ઉધાટક તરીકે કલોલ ના જાણીતા એડવોકેટ રાજેશ.આઈ. બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા જાયેંટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ના ડેપ્યુટી વર્લ્ડચેરમેન બળદેવભાઈ પટેલ,બ્રાન્ચપ્રમુખ બાબુભાઈ પટેલ,સેન્ટ્રલ કમિટી મેમ્બર રસિકભાઈ સુથાર,કૌશિકભાઈ પટેલ,વૃજેશભાઈ ભાવસાર,રાકેશ ભાઈ પંજાબી,સાંકાભાઈપટેલ તેમજ સભ્યો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન જિલ્લા કૉ ઓડીનેટર ભરતભાઈ પટેલ દ્વારા કરવા મા આવ્યું હતું
બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ