તસ્વીર: એહવાલ-દિપક આહીર
વિક્રમ સવંત ૧૭૦૫ મહા સુદ નોમના રોજ કચ્છ મહારાવશ્રી ખેંગારજી બીજાના નાના ભાઇશ્રી રામસંગજી જાડેજા દ્વારા ભચાઉ શહેરનું તોરણ બાંધવામાં આવેલ એવા પ્રગતિશીલ અને ઐતિહાસિક ભવ્ય ભચાઉ શહેરના ૩૭૪ મા સ્થાપના દિન નિમિતે ભચાઉ નગરપાલિકા અને શહેરીજનો દ્વારા હારારોપણ કરવામા આવ્યુ ભચાઉ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કલાવતીબેન ઉમિયાશંકર જોષી, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, અરજણભાઈ રબારી, જનકસિંહ જાડેજા ,વિકાસભાઈ રાજગોર, ભરતભાઈ કાવત્રા, હર્ષદભાઈ ઠક્કર ,વિમળાબેન ,ગોમતીબેન પ્રજાપતિ ,દમુબેન દાફડા, ઉમિયાશંકર જોષી, વિશાલભાઈ જોશી ,અશ્વિનભાઈ ઠક્કર, બાબુભાઈ કુંભાર ,પ્રતાપસિંહ જાડેજા ,એસ ડી ઝાલા, કીર્તિસિંહ’ ભરત ભાઈ ગડા, રાઘુભાઈ કોલી વગેરે હાજર રહ્યાં.