એક્શનમાં પાટણ પોલીસ, માસ્ક ન પહેરનારને સ્થળ પર જ દંડ કરાયો..

0
5

પોલીસે માસ્ક ન પહેરનાર પાસેથી 1 હજાર રૂપિયાનો દંડ વસુલવાનુ શરૂ કર્યું..
કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે તકેદારીના ભાગરૂપે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ફરજીયાતપણે અમલ થાય તે માટે પાટણ પોલીસ એક્શનમાં આવી છે. માસ્ક ન પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ જિલ્લામાં કોરોના કે ઓમિક્રોનનો કેસ આવ્યો નથી, પરંતું રાજ્યમાં તેનાં વધી રહેલા વ્યાપને ધ્યાને લેતાં સંક્રમણને રોકવા માટેનાં પ્રયાસોનાં ભાગરૂપે પાટણ જિલ્લાનાં વહીવટી તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે. જેને લઇને પાટણનાં બગવાડા દરવાજા વિસ્તારમાં પોલીસે માસ્ક પહેર્યા વગર આવતા-જતા વાહન ચાલકો તથા રાહદારીને પકડી 1 હજારનો સ્થળ પર દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરતા માસ્ક વગર નિકળતાં લોકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here