ઉ. ગુ.મા સૌપ્રથમવાર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણ દ્વારા નાના વેપારીઓને ઓનલાઈન ફુડ રજીસ્ટ્રેશન માટે નાં કેમ્પ યોજાશે..

0
7

પાટણ શહેર સહિત જિલ્લામાં વિવિધ તારીખે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..

પાટણ તા.૧૧
ઉત્તર ગુજરાત માં સૌ પ્રથમવાર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણ દ્વારા ખાધ્યચીજના વેપાર સાથે સંકળાયેલા નાના વેપારીઓ માટે ઓનલાઈન ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ સ્થળ પર જ મેળી રહે તેવાં ઉદ્દેશ થી આગામી દિવસોમાં તંત્ર દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લા માં અલગ અલગ દિવસોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પાટણ ખોરાક અને ઔષધ નિયમન કચેરી નાં અધિકારી વિપૂલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
ઓનલાઇન ફુડ સર્ટીફીકેટ મેળવવા માટે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આયોજિત કરવામાં આવેલ કેમ્પ ની માહિતી આપતા ચૌધરીએ જણાવ્યું હતું કે
આગામી દિવસોમાં પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં
તા.૨૨/૦૩/૨૦૨૨ નાં રોજ
સરદાર હોલ, સિદ્ધપુર નગરપાલિકા, સ્ટેશન રોડ, સિદ્ધપુર, યુ.એચ.રાવલ.મો. ૮૭૮૦૦૩૫૪૩૮,રાધનપુર તા. ૨૫/૦૩/૨૦૨૨
પટેલ ડેરી & ફુડ પ્રોડક્ટ્સ પ્રા.લી.૩૯-૪૦, હરે ક્રિશ્ના કોમ્પલેક્ષ , સિવિલ કોર્ટ સામે, મહેસાણા રાધનપુર હાઈવે, રાધનપુર, એમ.એમ.પટેલ.મો. ૭૦૧૬૧૮૨૭૮૭,પાટણ શહેર
તા.૨૮/૦૩/૨૦૨૨ મદદનીશ કમીશ્નરની કચેરી , ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પ્રથમ માળ, દેવદર્શન કોમ્પલેક્ષ, પાલીકા બજાર સામે, પાટણ, એચ.બી.ગુર્જર મો.૮૭૮૦૯૫૬૨૯૪ ઉપર કેમ્પ બાબતે ની વધુ જાણકારી મેળવવા માટે સંપર્ક કરવા તેઓએ જણાવ્યું હતુ
ઓનલાઇન ફુડ રજીસ્ટ્રેશન માટે ક્યા ક્યા વેપારીએ ફુડ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ મેળવવું જરૂરી છે તે બાબતે ચૌધરીએ જણાવ્યું હતું કે ટી સ્ટોલ, પાન પાર્લર, પાણીપુરી, દાબેલી, નાસ્તા હાઉસ, લારી-ગલ્લા અને ૧૨ લાખથી ઓછા ટર્નઓવરવાળા રીટેલર વેપારીઓનો સમાવેશ થાય છે સાથે સાથે તેઓએ જણાવ્યું હતુ કે જેમણે ફીઝીકલ સર્ટીફિકેટ મેળવેલ હતા જે સર્ટીફીકેટ તંત્ર દ્વારા રદ્દ કરવામાં આવેલ હોય આવા વેપારીઓ એ પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ મેળવી લેવાનું રહેશે.
રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ મેળવવા માટે રજુ કરવાના પુરાવા ની માહિતી આપતા તેઓએ જણાવ્યું હતુ કે વેપારી એ પાસપોર્ટ સાઈઝનો એક ફોટો,આધાર કાર્ડ અથવા ફોટો અને રહેઠાણનો સરનામા વાળો પુરાવો,ધંધાની જગ્યાનું
લાઈટબીલ, જગ્યાની માલીકી
નો પુરાવો,ભાડાની જગ્યા હોય તો ભાડાકરાર લેખ પુરાવા માટે જરૂરી રહેશે.
રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ માટેની ફી ની રકમ એક વર્ષ માટે રૂ. ૧૦૦/- મહત્તમ પાંચ વર્ષ માટે રૂ. ૫૦૦/-રજીસ્ટ્રેશન
સર્ટીફિકેટફી ઓનલાઈન (ફોન પે, ગુગલ પે,) સ્વીકારવામાં આવશે. વધુ માહિતી માટે સંપર્ક નંબર પર સંપર્ક કરવો.
વી.જે.ચૌધરી ડેઝીગ્નેટેડ ઓફીસર,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાટણ
નો રૂબરૂ સંપર્ક કરવા તેઓએ જણાવ્યું હતુ.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here