શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સંચાલિત શ્રી ઉમિયા કેમ્પસ સોલા ખાતે મા ઉમિયાધામ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
૧૫૦૦ કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર સંકુલમાં ઉમિયા માતાજી નું ભવ્ય મંદિર તથા ૧૨૦૦ વિધાર્થીઓ રહી શકે એવી હોસ્ટેલ તથા વર્કિંગ વુમન હોસ્ટેલ શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ ૧૦૦૦ ઉપરાંત ગાડીઓ નું બેઝમેન્ટ પાર્કિંગ તથા શિક્ષણ અને આરોગ્ય જેવી સમાજલક્ષી વિવિધ પ્રવૃતિઓ માટે બે મહિના પહેલા મા.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પુર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ તથા અનેક રાજકીય અને સામાજિક મહાન વિભૂતિઓ દ્વારા ભુમિપુજન અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું…જેના ભાગરૂપે નવનિર્મિત સંકુલની મંદિર તથા વિવિધ પ્રવૃતિઓ ની જવાબદારીઓ માટે આજે અમદાવાદ સોલા કેમ્પસ ખાતે કર્તવ્ય સમર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં સંસ્થા ના નવનિયુક્ત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ (બીજેપી) તથા માનદમંત્રી શ્રી દિલીપભાઈ પટેલ તથા પુર્વ પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ પટેલ (કામેશ્વર) તથા સોલા વિકાસ કમીટીના ચેરમેન શ્રી રમેશભાઈ દુધવાળા ૧૦૦૧ મંદિર નિર્માણ ચેરમેન શ્રી ગોવિંદભાઈ વરમોરા સંગઠન ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ કો.ઓર્ડીનેટર પ્રવિણભાઇ ઘાટલોડિયા મહિલા સંગઠન ચેરમેન શ્રીમતી જાગૃતિબેન પટેલ તથા રુત્વિકભાઇ પટેલ ધમભાઇ પટેલ તથા પુર્વ અને પશ્વિમ અમદાવાદ શહેર ના ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર ભાઇઓ તથા બહેનો એ હાજર રહી સંગઠન મજબુત બનાવવા માટે અને ઘેર ઘેર હુંડી તથા તામ્રપત્ર વિતરણ ની જવાબદારી સ્વીકારી હતી અને સોલા ઉમિયા માતાજી મંદિર ખાતે દર પુનમે ભજનકીર્તન અને પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં પુર્વ વિસ્તારમાં પણ દહેગામ નજીક ઉમિયા કેમ્પસ નું નિર્માણ કરવા જમીન સંપાદન કરવામાં આવી તેનું એલાન પ્રથમ હપ્તાની રકમ ચુકવણી સાથે માનદમંત્રી શ્રી દિલીપભાઈ પટેલ કર્યું હતું આ શુભ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ બીજેપી નું અમદાવાદ ખાતે પ્રથમ મીટીંગ હોઇ અમદાવાદ સંગઠન ના હોદ્દેદારો અને કાર્યકરો તથા સંસ્થા ના હોદ્દેદારો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અંતમાં કાર્યક્રમ ભોજન પ્રસાદ સાથે સંપન્ન થયો હતો