ઘરે ઘરે લાઉડસ્પીકર દ્વારા આયુર્વેદિક ઉકાળા લઈ જવા અપીલ કરવામાં આવી..
પાટણ તા.૨૧
ઉન્નતિ સંસ્થા, પાટણ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનકર્તા એવા રિલાયન્સ ફાઉન્ડેશનના મુકેશભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા આર્યુવેદીક હોસ્પિટલ ના સહયોગથી કોરોનાની સંભવિત ત્રીજી લહેર થી રક્ષણ મેળવવા તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા આર્યુવેદિક ઉકાળા કેમ્પ નું આયોજન શુક્રવારના રોજ શહેરના શ્રી બંગલોઝ નાં પ્રમુખ શૈલેશભાઈ પટેલ ના સંકલન થી કરવામાં આવ્યું હતું.
ઉકાળા વિતરણ માં સોસાયટી માં નાના સ્પીકર દ્વારા ઘેર ઘેર ફરી ને ઉકાળા વિતરણની સેવા નો લાભ લેવાની હાકલ પાડવામાં આવતાં સોસાયટી ના સૌ માતાઓ, બહેનો અને સભ્યો દ્વારા પોતાના જ વાસણ માં પરિવાર માટે ઉકાળો લઈ જવામાં આવ્યો હતો. આ પ્રકારના સઘન પ્રયાસ થી ઘર ના બાળક થી લઈ ને વૃદ્ધ સુધી તમામ આ આયુર્વેદિક ઉકાળા નું સેવન કર્યું હતું.
સંસ્થાના ઉકાળા વિતરણ નાં વિશિષ્ટ આયોજનને સોસાયટીના સૌ સભ્યો એ આવકાર્યો હતો.
આ સેવાકાર્ય માં નાગરિક બેંક ના ડિરેક્ટર આશિષભાઈ પટેલ, ઉમેદભાઇ પ્રજાપતિ ,રૂપકભાઇ રાવલ, સંસ્થા ના પ્રમુખ પરેશ મકવાણા ( એન્જિનિયર ) ખાસ ઉપસ્થિત રહી સેવાઓ આપી હતી.
રીપોટર. કમલેશ પટેલ પાટણ