ઉન્નતિ ફાઉન્ડેશન અને સંકલ્પ સંસ્થા પાટણ ના સયુંક્ત ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનકર્તા એવા રિલાયન્સ ફાઉન્ડેશનના મુકેશભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા આર્યુવેદીક હોસ્પિટલના સહયોગથી કોરોનાની સંભવિત ત્રીજી લહેર થી રક્ષણ મેળવવા તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા આર્યુવેદિક ઉકાળા કેમ્પ નું આયોજન પ્રજાસતાક દિન ઉજવણી અંતર્ગત આજે વીસમા દિવસે ભાજપ જિલ્લા કાર્યાલય પાસે રાખવામાં આવેલ છે. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ગોવિંદભાઈ પટેલ, પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ ડૉ. દશરથજી ઠાકોર, જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ, પ્રદેશ પ્રશિક્ષણ સેલના સંયોજક જાનકીબેન આચાર્ય, ગુજરાત પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મંત્રી ગંગારામભાઈ સોલંકી, પાટણ તાલુકા ભાજપ ના પ્રમુખ મગનભાઈ પટેલ, પૂર્વ પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પરમાર, પાટણ શહેર ભાજપ મહામંત્રી ગૌરવભાઇ મોદી, પૂર્વ શહેર મહામંત્રી સુરેશ જોશી, પાટણ શહેર મહિલા મોરચાના મહામંત્રી માનસીબેન ત્રિવેદી,પાટણ શહેર મહિલા મોરચાના મંત્રી મીનાબેન સોલંકી, જિલ્લા મીડિયા સેલ ના કનવીનર જયેશભાઈ દરજી, સામાજિક અગ્રણી અશોકભાઈ પરમાર, ઉન્નતિ ફાઉન્ડેશન ના પ્રમુખ પરેશભાઈ મકવાણા, સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર કે. હિરવાણીયા, પાટણ શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મંત્રી નરેશભાઈ મકવાણા, પ્રકાશભાઈ દેસાઈ, વિજયભાઇ યોગી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લા ભાજપ મીડિયા વિભાગ જયેશ દરજી
રીપોટર. નિલેશ પટેલ. પાટણ સીટી