- વાહરા ગામ નું ગૌરવ
- આદિત્ય ઠાકોર ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ જીતી શાળાનું ગામનું અને ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું રમતગમત ક્ષેત્ર માં યુવાનો પ્રગતિ કરી શાળાનું ગામનું અને જિલ્લાનું ગૌરવ વધારી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વાહરા ગામના આદિત્ય મદારજી ઠાકોર જે ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ મહેસાણા ખાતે ધોરણ 8 માં અભ્યાસ કરે છે.ઉત્તર ગુજરાત સ્કેટિંગ ટુર્નામેન્ટ 2020-21 વણિકર કલબ ખાતે યોજાઇ હતી. જેમાં ડીસાના સ્કેટિંગ કોચ અને ધોરણ 11 અભ્યાસ કરાતા વિદ્યાર્થી સાથે રેસ યોજાઇ હતી. આદિત્ય ઠાકોર ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ જીતી શાળાનું ગામનું અને ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું છે
કોચ અનિલભાઇ પ્રજાપતિ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આદિત્ય પાસે ખૂબ જ ટેલેન્ટ છે અને તે નેશનલ લેવલ સુધી પહોંચ અથાક પ્રયત્નો કરીશું જ્યારે આદિત્ય ચેમ્પિયન ઓફ ચેમ્પિયન નો ખિતાબ જીતી ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ નામ રોશન કર્યું છે.
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા