પાટણના ધારાસભ્ય ડૉ કિરીટભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને જણાવું છે કે ઉત્તર ગુજરાતના ખેડૂતોને જે વિજળી આપવામાં આવે છે તે વિજળીમાં લોડ સેવિગના બહાને છેલ્લા પંદર દિવસથી ત્રણથી ચાર કલાક વિજળી આપવામાં આવતી નથી વળી જ્યોતિગ્રામ યોજના હેઠળ પણ આપવામાં આવતી વિજળીમાં કાપ કરવામાં આવે છે
ઉત્તર ગુજરાતમાં પુરતો વરસાદ થયો નથી કેનાલોમાં પાણી નથી ત્યારે આવા વ્રજ કાપથી ખેડૂતો ને ભારે મુશ્કેલી પડી રહી છે લોડ સેવિગના બહાને માત્ર ખેડૂતોને શા માટે પરેશાન કરવામાં આવે છે?
ઉધોગોને શા માટે નહી ? ઉપરોકત બન્ને બાબતો ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે
વધુમાં ઉત્તર ગુજરાતના ખેડુતોનો ચોમાસું પાક નિષ્ફળ ગયેલ છે જે રીતે સૌરાષ્ટ્રના ખેડુતોને વળતર આપવામાં આવ્યું એ રીતે ઉત્તર ગુજરાતના ખેડુતોને પણ સાચો સર્વ કરાવી પુરતું વળતર આપવામાં આવે એવી વ્યવસ્થા કરવા પણ રજૂઆત છે જો ઉપરોક્ત બંન્ને બાબતો ખેડુતોના હિત માટે વિચારવામાં નહી આવે તો ઉત્તરગુજરાતના ખેડુતોને પડ્યા ઉપર પાટું જેવી પરિસ્થિતિ
પેદા થશે અને ખેંડુતો બેહાલ બનશે