Home BG News ઉતરતી ગુણવત્તાની મીઠાઇ-ફરસાણ વેચનારા દુકાનદારો સામે કાર્યવાહી, ખાદ્યપદાર્થોના નમૂના લેવાયા

ઉતરતી ગુણવત્તાની મીઠાઇ-ફરસાણ વેચનારા દુકાનદારો સામે કાર્યવાહી, ખાદ્યપદાર્થોના નમૂના લેવાયા

0


દાહોદ, તા. ૩૧ : દિવાળીના તહેવારોમાં મીઠાઇ-ફરસાણની દુકાનો ઉપર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મોટા પાયે તપાસ હાથ ધરાઇ રહી છે. દુકાનોમાંથી ખાદ્યપદાર્થોના નમૂના તપાસ માટે લેવામાં આવી રહ્યાં છે અને રિપોર્ટ આવ્યાથી ઉતરતી ગુણવત્તા જણાઇ હોય તેવા વેપારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી ૨૮ મીઠાઇનાં, ૧૮ ફરસાણનાં, ૫ ઘીના, ૧૧ ખાદ્યતેલ તેમજ ૩ બેસનનાં નમૂના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ફરસાણ બનાવવા માટે વપરાતા ખાદ્યતેલમાં ટીપીસીની તપાસ ૫૪ દુકાનોમાં કરવામાં આવી છે અને તહેવારોમાં નાગરિકોને તાજી અને ગુણવત્તાયુક્ત મીઠાઇ જ વેચવા સપષ્ટ સૂચના ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા આપવામાં આવી છે. ટોબેકો એક્ટ હેઠળ પણ ૧૫ દુકાનદારોને રૂ. ૨૦૦૦ નો દંડ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ

દાહોદ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version