ઈડર આગડીયા પેઢી માં લુંટ ચલાવનારા શખ્સોને પાટણ એલસીબી અને એસઓજી પોલીસ ટીમે મુદામાલ સાથે ઝડપી લીધા

0
25

તાજેતરમાં ઇડર ખાતે આંગડિયા પેઢીના માણસને બંદુક બતાવી રૂપિયા ૮,૬૧,૫૦૦/- ની લૂંટ કરનાર ટોળકીના સભ્યો પૈકી ચાર આરોપીને મુદ્દામાલના રોકડ રકમ રૂ.૪૦,૦૦૦ તથા સોનાના દાગીના તથા કાચ જેવા હીરાના નાના નાના ટુકડાના પેકેટ નંગ-૩૨ મળી કુલ રૂ.૧,૧૫,૯૦૦ /- ના મુદામાલ સાથે પાટણ એલસીબી પોલીસે સિધ્ધપુર સરસ્વતી નદી નાં પુલ નીચે થી આબાદ ઝડપી લીધા હોવાનું જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેર સહિત જિલ્લામાં મીલ્કત સબંધી બનતા બનાવ અટકાવવા પોલીસ તંત્ર નાં ઉચ્ચ અધીકારી દ્વારા મળેલ સુચના અંતગર્ત ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. પાટણ તથા એસઓજી, પાટણ પોતાની ટીમ સાથે સિધ્ધપુર પો.સ્ટે. વિસ્તારમાં મીલ્કત સંબંધી ગુનાઓ શોધવા સારૂ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ભરોસાના માણસોથી સચોટ બાતમી હકિકત મળેલ કે તાજેતરમાં ઇડર ખાતે થયેલ આંગડીયા લુંટને અંજામ આપનાર આરોપીઓ હાલમાં સિધ્ધપુર બિંદુ સરોવર નજીક આવેલ સિધ્ધપુર નદીના પુલ નીચે ભેગા થયેલ છે, જેથી બે પંચના માણસો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે સિધ્ધપુર મહેસાણા હાઇવે રોડ ઉપર આવતા સરસ્વતી પુલ નીચે જતા પુલ નીચેથી (૧) ઠાકોર વન્દેસિંહ ઉર્ફે કાનજી ગોડાજી રહે.થલોટા તા.સિધ્ધપુર (ર) ઠાકોર અશોકજી પ્રતાપજી રહેવરેઠા તા.ખેરાલુ તથા (૩) ઠાકોર ગોપાળજી સુજાજી રહે.વર્શીલા તા-સિધ્ધપુર તથા (૪) ઠાકોર પંકેશજી લવજીજી રહે.કોટ તા.સિધ્ધપુર વાળાઓને પકડી પાડેલ અને તેમને વિશ્વાસમાં લઇ પુછતા જણાવેલ કે તેઓએ તથા ઠાકોર ચેતનજી ઉર્ફ વિપુલજી વિનુજી રહે.મલેકપુર તા ખેરાલુ જી મહેસાણા તથા ઠાકોર કલ્પેશજી હીરાજી રહે,કોટ તા.સિધ્ધપુર વાળાઓએ ભેગા થઇ આજથી બે દિવસ અગાઉ ઇડર શહેરમાં આંગડીયા લુંટ કરેલ છે, અને તેમાં પોતાના ભાગે આવેલ હિસ્સા પૈકી અમુક રકમનો ભાગ પાડવા સારૂ ભેગા થયેલ હોવાનું જણાવેલ જેથી તેની અંગ ઝડતી કરતા તેમની પાસેથી રોકડ રકમ રૂપીયા,૪૦,૦૦૦/- તથા સોના જેવી પીળી ધાતુની ચેનનો ટુકડો નંગ-૦૧ કિંમત રૂપીયા,૪૪,૯૦૦/- તથા કાચ જેવા પ્રદાર્થના હીરા જેવા નાના મોટા ટુકડાના પેકેટ નંગ-૩ર કિંમત રૂપીયા ૨૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૪ કિંમત રૂ.૧૧,૦૦૦/- તથા એક હિરો કંપીનુ એચએફ.ડીલકસ મોટર સાયકલ GJ-2-BL-3922 કિમંત રૂપીયા ૨૫,૦૦૦/- મળી કુલ રૂપીયા.૧,૧૫,૯૦૦/-નો મુદામાલ કબ્જે કરી પકડેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે તપાસ સિધ્ધપુર પો.સ્ટે. ને સાંપવામાં આવેલ હોવાનું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા એ જણાવ્યું હતું.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here