ઈકબાલગઢ મા પોલીસ કર્મચારી phc કર્મચારી અને 401 સેવા ગ્રુપ દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજી ને લોકોને મોઢા પર માસ્ક રાખવા અપીલ કરી

0
3

અમીરગઢ….

બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં પોલીસ કર્મચારી phc કર્મચારી અને 401 સેવાર્થ ગ્રુપ દ્વારા ઈકબાલ ગઢ ગામમાં માસ્ક વિતરણ કાર્યક્રમ યોજી લોકોને માસ્ક વિતરણ કાર્યક્રમ દ્વારા લોકોને માસ્ક રાખવા અપીલ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં ફરી કોરોના ના કેસો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ત્રીજી લહેર ની તૈયારીને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે જેને અનુરૂપ ઇકબાલગઢ માં phc કર્મચારી પોલીસ કર્મચારીઓ અને 401 સેવા ગ્રુપ દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો માસ્ક વિતરણ દરમિયાન પોલીસ સ્ટાપ ઈકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારી અને 401 ગ્રૂપના લોકો દ્વારા લોકોને માસ્ક પહેરાવી વિનંતી કરી હતી.ઇકબાલગઢ માં માસ્ક વિતરણ કાર્યક્રમ દરમ્યાન પોલીસ અને ઈકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારી તેમજ 401 સેવા ગ્રુપ ના લોકો દ્વારા લોકોને કોરોનાથી સચેત રહેવા અને મોઢા પર માસ્ક ફરજીયાત રાખવા અપીલ પણ કરવામાં આવી હતી.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here