અમીરગઢ….
ઈકબાલગઢ ખાતે ભારત અને ગુજરાત સરકાર ના ઇમ્યુનાઈજેશન પ્રોગ્રામ હેઠળ એક નવી વેક્સીન ને સામેલ કરવામા આવી…..
આજ રોજ પ્રા આ કેન્દ્ર ઇકબાલગઢ ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રી ના રૂટિન ઇમ્યુનાઈજેશન (UIP) પોગ્રામ હેઠળ એક નવી વેક્સીન ને સામેલ કરવામાં આવી જેનું નામ છે pcv (ન્યુમોકોકલ કેજયુગેટ વેક્સીન )જે બાળકો ને જન્મના 6 અઠવાડિયે 14 અઠવાડિયે અને તેનો બુસ્ટર ડોઝ 9 માસે મુકવામાં આવશે જે બાળક ને ન્યુમોનિયા જેવા ગંભીર રોગ સામે રક્ષણ પૂરું પાડશે. આજ રોજ માનનીય જિલ્લા અધિકારી આરોગ્ય અધિકારી પાલનપુર તેમજ તાલુકા આરોગ્ય અધિકારી અમીરગઢ ના માર્ગદર્શન હેઠળ પ્રા આ કેન્દ્ર ઇકબાલ ગઢ ખાતે pvc વેક્સીન ને રૂટિન ઇમ્યુનાઈજેશન માં સમાવી આજ તેનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં તાલુકા સદસ્ય બીનાબેન પંડ્યા. યોગેશભાઈ પંડ્યા. પ્રા આ કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડૉ રમીલાબેન ચૌધરી પ્રા આ કેન્દ્ર ઇકબાલ ગઢ ના સુપરવાઈજર દુર્ગેશ પ્રણામી ફી હે સુપરવાઈજર લક્ષ્મીબેન પરમાર તેમજ સી એચ ઓ કુબેર ભાઈ શર્મા. પ્રિયદર્શિની પરિહાર. સોહેલભાઈ વિજાપુરા તથા પ્રા આ કેન્દ્ર ના મપહેવ શ્રી ભરતભાઈ પંડ્યા અને ફી હે વ જ્યોત્સનાબેન રાજગોર એ ઉપસ્થિત રહી ઉપરોક્ત pvc વેસ્કીન મુકવાની શરૂઆત કરાવેલ હતી.
અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)