ઇડર….
કૃષ્ણનગર પાટીયા સામે રોડ ક્રોસ કરતી મહિલાને મોટરસાયકલ ચાલકે ટક્કર મારતા સારવાર દરમ્યાન મોત થતા ફરિયાદ નોધાઇ
ઇડર તાલુકાના કૃષ્ણનગર પાટીયા સામે તા ૧૪-૧૦-૨૧ ના બપોરના ૧ વાગ્યાના સમયે તુલસીબેન પોપટલાલ ચૌહાણ નામની ૭૦ વષૅની મહિલા હિંમતનગર ઇડર હાઇવે રોડ ઉપર આવેલ કૃષ્ણનગર પાટીયા સામે રોડ ક્રોસ કરતા હતા દરમ્યાન એક KTM ડ્યુક મોટરસાયકલ નં GJ 27 AG 7791 ના ચાલકે પોતાના કબ્જાની મોસા પુરઝડપે અને બેદરકારી ભરી રીતે ચલાવી લાવી તુલસીબેન પોપટલાલ ચૌહાણ ને ટક્કર મારી તુલસીબેન ને નીચે પાડી દઇ મો.સા. ચાલક નાસી જતા મહિલાના શરીરે ગંભીર ઇજાઓ થતા આજુબાજુથી લોકો ભેગા થઇ જઇ ૧૦૮ ને જાણ કરી ૧૦૮ મારફતે મહિલાને સારવાર કરાવવા ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલિ આપી હતી. ફરજ પરના ડોક્ટરે મહિલાની સારવાર કરી હતી. પગે ફેક્ચર હોવાથી ઓથૉપેડીક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જતા દરમ્યાન મહિલાનુ મોત નીપજ્યું હતું .મહિલાને ટક્કર મારનાર KTM મોસા ચાલક વિરુદ્ધ સ્વપ્નીલ પંકજભાઇ ચૌહાણે ઇડર પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવતા ઇડર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ એન.આર.ઉમટે મોસા ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.
ઇડર..