ઇડર…
પંજાબ ના ફિરોઝપુર ની રેલી માં થયેલી સુરક્ષાની ચુકના કારણે પંજાબ ના ફિરોજપુર રેલીમાં જઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ની સુરક્ષા મા ગંભીર ચૂક ના કારણે ફ્લાયઓવર પર 20 મિનિટ સુધી ફસાયા હતા. તે બાબતે ગુરુવારનારોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય અને જિલ્લા કાર્યાલય ભાજપની સુચના થી ઇડર શહેરમાં મામલતદાર કચેરી આગળ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ કરવાનું આયોજન ભાજપ દ્વારા ઇડર શહેર સંગઠન તથા તમામ હોદ્દેદારો કારોબારી સભ્યો નગરપાલિકાના સદસ્યશ્રીઓ, તાલુકા તથા જિલ્લા પંચાયત તમામ સદસ્યો ભાજપના અગ્રણી કાર્યકર્તાઓ ની હાજરીમાં યોજવામાં આવેલ હતું.જેમાં ઇડર એપોલો ત્રણ રસ્તા પર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી મુરદાબાદ ના નારા લગાવી પૂતળા દહન કરી વિરોધ દરસાવવામાં આવ્યો હતો.
ઇડર…